તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ HIV કાંડ કેસની બે વર્ષમાં તપાસ પૂર્ણ પણ વાંધા અરજીના કોઈ જવાબ નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : જૂનાગઢ એચઆઇવી કાંડ કેસની સીબીઆઈએ તપાસ પૂર્ણ કરી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરી દીધો છે. પરંતુ ક્લોઝર રિપોર્ટ બાદ બાળકોના વાલીઓએ કરેલી પ્રોટેસ્ટ પિટિશનમાં ઉઠાવેલા 5 જેટલા પ્રશ્નોની તપાસ માટે સીબીઆઈ છેલ્લી 8 મુદતથી સ્પેશિયલ કોર્ટમાં જવાબ આપવાનું ટાળી રહી છે. પ્રોટેસ્ટ પિટિશનની શુક્રવારે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.જે.નાયી સમક્ષ યોજાયેલી સુનાવણીના અંતે કોર્ટે સીબીઆઈને અલ્ટીમેટમ આપી વધુ સુના‌વણી 13મી ઓક્ટોબરના રોજ નિયત કરી છે.

આઠ મુદત બાદ સ્પે. કોર્ટનું CBIને આખરી અહેવાલ રજૂ કરવા અલ્ટિમેટમ

એક વર્ષમાં 8 મુદત જવાબમાં ગલ્લા તલ્લા: ક્લોઝર રિપોર્ટ સામે કોર્ટમાં થયેલી પ્રોટેસ્ટ પિટિશન ચાલુ વર્ષે યોજાયેલી 8 મુદતમાં સીબીઆઈ માત્રને માત્રને સમય માંગીને કોર્ટનો સમય બગાડી રહી છે. શુક્રવારે પણ અહેવાલને આખરી ઓપ આપવા માટે એક માસનો સમય માંગ્યો હોવાનું બાળકોના એડવોકેટ પરેશ વાઘેલાએ કહ્યું હતું.પ્રોટેસ્ટ પિટિશનમાં વાઘેલાએ ખડા કરેલા પ્રશ્નોના જવાબ આપવામાં સીબીઆઈ ગલ્લાતલ્લા કરી રહી છે.

એચઆઇવી કાંડની ટાઇમ લાઈન

-વર્ષ 2011મા જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવી મિશ્રિત લોહી ચડાવી દેવાયું
-વર્ષ 2012માં હાઇકોર્ટમાં સીબીઆઈ તપાસની દાદ માગતી પિટિશન
-જુલાઈ 2012માં હાઇકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ જારી કર્યા
-ઓગસ્ટ 2014માં સીબીઆઈએ સ્પે.સીબીઆઈ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો.
-ઓક્ટોબર 2014માં ક્લોઝર રિપોર્ટ સામે પ્રોટેસ્ટ પિટિશન
પ્રોટેસ્ટ પિટિશનમાં ઉઠાવેલા પ્રશ્નો

-સર્વોદય હોસ્પિટલમાં બ્લડ ડોનરની કોઇ નોંધ રાખવામાં આવી નથી.
-ડોનરના ફોન નંબર મળી આવ્યા પણ વ્યક્તિઓ મળી આવતા નથી.
-ડોનરનું બ્લડ રાખવાની વ્યવસ્થા અંગેની તપાસ બાકી છે
-તપાસ પૂર્ણ થઇ છે. આખરી ઓપ આપવા માટે સમય આપો
-સર્વોદય હોસ્પિટલ સ્વૈચ્છિક સંસ્થા જ નથી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો