તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IS બે આતંકીઓના સંપર્ક સીરિયા સુધીઃ હેન્લર પણ હતા કોન્ટેક્ટમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ રાજકોટ અને ભાવનગરમાંથી પકડાયેલા ISISના બે આતંકવાદી વસીમ રામોડિયા અને નઈમ રામોડિયા 'અલ હલાલ ઇસ્લામિક ફ્રીડમ' નામના વોટ્સએપ ગ્રૂપમાં આતંકી હુમલા અને પ્રવૃત્તિઓની અંગે ચર્ચા કરતાં હતા. આ ગ્રુપમાં 150થી વધુ યુવકો જોડાયા હતા.
 
 
તપાસ NIAને સોંપવાની પણ ATSની રજૂઆત
 
સોશિયલ  મીડિયા પર આવા 2 ગ્રૂપ ચાલતા હતા. અલ હલાલ ગ્રૂપનો એડમીન ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. આઈ.બી અને સેન્ટ્રલ એજન્સીથી પોતાનો બચાવ કઇ રીતે કરવો તેની પણ જાણકારી આ ગ્રુપમાં આપવામાં આવતી હતી.  બંને ભાઈઓના સંપર્કો સીરિયા સુધી ફેલાયેલા હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. જેથી આ કેસની તપાસ હવે ગુજરાત કે અન્ય રાજ્યો  પૂરતી મર્યાદિત નહીં રહીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહોંચી છે. જેથી આ કેસની તપાસ એનઆઈએ ને સોંપાય તેવી માંગણી એટીએસ દ્વારા કરવામાં આવી છે.
 
આગળ વાંચો....તપાસ એનઆઈએને સોંપાય તેવી શક્યતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો