તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદ: સ્વચ્છતા માટે હેલ્થ ખાતાની બેઠક મળી, ઢોકળામાં જ વંદા નીકળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સોમવારે ‘સ્વચ્છતા મીશન’ની બેઠક મળી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ શહેરમાં સ્વચ્છતા અને શહેરીજનોના આરોગ્યની ગહન ચર્ચામાં વ્યસ્ત હતા. દરમિયાન તેમને પીરસાયેલાં ઢોકળાંમાંથી વંદા નીકળતાં અધિકારીઓને પોતાના આરોગ્યની ચિંતા થવા લાગી હતી. ‘આપણને આવો નાસ્તો અપાતો હોય તો લોકોને કેવો મળતો હશે,’ તેવો મુદ્દો ઊઠ્યો હતો. અધિકારીઓએ ઢોકળાં બનાવનારી ‘દાસ ખમણ’ની દુકાન સીલ મારવા સુધીની તૈયારી આદરી હતી.

5 કલાકની હૂંસાતૂસી પછી દુકાનને સીલ કરાઈ

બીજી તરફ મ્યુનિસિપલ કોઠામાં જ કોર્પોરેશનની આરોગ્યની ‘દેખરેખ’ ખૂલ્લી પડી હોવા છતાં શાસક ભાજપના નગરસેવકો ભલામણ કરવાનું ચૂક્યા નહોતા. આ કિસ્સામાં પણ અધિકારીઓ અને કોર્પોરેટર્સ વચ્ચે 5 કલાક સુધી હુંસાતુંસી થઈ હતી. આખરે મોડી સાંજે 7 વાગ્યે દુકાન સીલ કરાઈ હતી.

અધિકારીઓને અનુભવ થયો એટલે લોકોની ચિંતા થઈ

સોમવારે બપોરે દાણાપીઠ સ્થિત મ્યુનિ.ની કચેરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. આર. ખરસાણના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા મિશન અંતર્ગત ઑફિસર્સની મીટિંગ રાખવામાં આવી હતી. હેલ્થ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગના 25 અધિકારી હાજર રહ્યા હતા. મધ્યસ્થ કચેરીના 100 મીટરના દાયરામાં આવેલી જાણીતી ‘દાસ ખમણ’ દુકાનમાંથી 3 કિલો ઢોકળાં મગાવાયાં હતાં. ચારેક પ્લેટમાં ઢોકળાંમાંથી નાના-નાના વંદા નીકળતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. ત્યારે અહીં એક સૂર છેડાયો હતો કે, જો આપણને આવો નાસ્તો અપાતો હોય તો પબ્લિકને કેવો આપવામાં આવતો હશે?, જેને પગલે તાત્કાલિક દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાના આદેશ થયા હતા.

આગળ વાંચો મોડી સાંજે 7 વાગ્યે દુકાન સીલ કરાઈ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો