અમદાવાદ-ભરૂચમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરાશે, ચુકવણી સરળ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ અને ભરૂચમાં ટૂંક સમયમાં પોસ્ટ વિભાગે ‘ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક’ (આઈપીપીબી) શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાંચી અને રાયપુર ખાતે પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરાઈ હતી.

પોસ્ટ વિભાગના અધિકારીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ પોસ્ટ પેમેન્ટ બેંક એ અન્ય બેંકોથી અલગ પ્રકારની હશે. જ્યાં નેટ બેંકિંગ, એસએમએસ બેંકિંગ, પેમેન્ટ બેંક, માસ કલેક્શન ઉપરાંત મનરેગા, વૃદ્ધા પેન્શન યોજના જેવી સરકારી યોજનાઓની ચુકવણી આ પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કરાશે. બેંકની મદદથી ગ્રાહકો વિજળી, પાણી, ટેલિફોન, વીમા કંપનીનું પ્રીમિયમ, કાર-બાઈક કે અન્ય વસ્તુઓના હપ્તા વગેરેની ચુકવણી કરી શકશે.
 
પોસ્ટ બેંક માટે તેમનો ઉપયોગ કરવાનું પણ આયોજન
પોસ્ટ વિભાગની દેશના ગામડે ગામડે પહોંચ છે અને પોસ્ટ બેંક માટે તેમનો ઉપયોગ કરવાનું પણ આયોજન છે અને તેના ભાગરૂપે પોસ્ટમેનોને પણ તાલીમ આપવાની સાથે તેમને હેન્ડ હેલ્ડ મશીન, આઈપેડ કે આધુનિક સ્માર્ટ ફોન આપવાનું આયોજન છે જેની મદદથી તેઓ ગ્રામીણ વિસ્તારના ગ્રાહકોને તેમના ઘરે જ પોસ્ટલ સુવિધા પુરી પાડી શકશે. વધુમાં કેશલેશ વ્યવહારોને પ્રોત્સાહન મળે તે માટે પોસ્ટલ બેંક પણ પેપરલેસ એકાઉન્ટ શરૂ કરવાની સાથે સ્માર્ટ ફોન ધાકરોને એપની મદદથી સુવિધા પુરી પાડી શકે છે.
 
અન્ય સમાચારો પણ છે...