તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ડોક્ટર, એક બિલ્ડર પર આવકવેરા વિભાગનાં દરોડા: 10થી વધુ સ્થળે સર્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : આવકવેરા વિભાગે, શહેરના પશ્ચિમ પટ્ટામાં આવેલ એક બિલ્ડર અને બે ડોક્ટરો પર સર્ચ અને દરોડા પાડ્યા છે. સાયન્સ સિટી રોડ, સોલા, ઘાટલોડિયા,  એસ.જી. હાઈવે સહિત 10થી વધુ સ્થળે આવકવેરા અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરતાં કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક અંદાજ મુજબ, રૂ.15 કરોડથી વધુ રકમની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.
શહેરનું એક બિલ્ડર ગ્રૂપ અને બે તબીબો આવકવેરાની ઝપટમાં આવી ગયા છે.

શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલ સાયન્સ સિટી રોડ પર ઓફિસ ધરાવતા અને એસ. જી. હાઈવે, એસ.પી.રિંગ રોડ સહિત લગભગ 8 જેટલી જુદી જુદી જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઈટ ધરાવતા એક બિલ્ડર ગ્રૂપ પર આવકવેરા અધિકારીઓએ ગુરુવારે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ બિલ્ડર ગ્રૂપના ભાગીદારો તેમજ બિલ્ડર સાથે વ્યવહારો કરતા જમીન માલિકો અને દલાલો સુધી પણ સર્ચનો રેલો પહોંચે તેવી શક્યતા છે.

આ બિલ્ડર ગ્રૂપ દ્વારા કરાયેલા વ્યવહારો, બેંકના વ્યવહારો, દસ્તાવેજો, વગેરેની ચકાસણી કરાતાં કરચોરી  અંગેની પ્રાથમિક વિગતો મળી છે. ઘાટલોડિયામાં એક ઓર્થોપેડિક અને એક ગાયનેકોલોજિસ્ટને ત્યાં આઈ. ટી. વિભાગે સર્ચ હાથ ધરી છે. આ તબીબો ઈન્કમટેક્સ, ટી.ડી.એસ. ભરવામાંથી છટકી જવા માટે જુદી જુદી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોવાનું જોવા મળ્યું છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો