તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી અધિકારીને મળવું હોય તો વ્યવસ્થિત કપડા પહેરીને આવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારતમાં વ્યક્તિ સ્વાતંત્ર્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગરની સરકારી કચેરીઓમાં નાગરિકોના પહેરવેશ અંગે નિયંત્રણો લાદી દેવાયાં છે. સરકારી કચેરીઓમાં શોર્ટ્સ કે કેપ્રી પહેરીને જનારા લોકોને પ્રવેશદ્વારે જ અટકાવી દેવાય છે. ‘દિવ્ય ભાસ્કર’એ પોલીસ કમિશનર કચેરી, હાઈકોર્ટ, કલેક્ટર કચેરી, આરટીઓ, ઔડા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મુખ્યમંત્રી કાર્યાલય જેવી કચેરીઓમાં ટેસ્ટ ડ્રાઇ‌વ કર્યો હતો, જેમાં આ વાસ્તવિકતા છતી થઈ હતી. આ તમામ કચેરીઓમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઈકોર્ટમાં જ પ્રવેશ મળી શક્યો હતો.
 
પોલીસ કમિશનર કચેરી
 
ગાર્ડે શું કહ્યું ? : આવાં કપડાં પહેરીને કમિશનર સાહેબને તમે મળી શકો. ફુલ પેન્ટ પહેરીને આવો તો તમારી મુલાકાત થઈ શકશે. અમને કહેવામાં આવ્યું છે કે આવાં કપડાંમાં કોઈ પણ આવે તો પ્રવેશ આપવો નહીં. 
 
અધિકારી શું કહે છે?
 
તમનેઆવું કહેવામાં આવ્યું, જાણીને હું નિરાશ થયો છું. આપણે કોઈના ડ્રેસિંગ પર ટિપ્પણી કરી શકીએ નહીં. પોલીસ કમિશનર કચેરીના કર્મચારીઓ માટે પોશાકના નિયમ છે, પરંતુ નાગરિકો માટે કોઈ નિયમ નથી- એ. કે. સિંઘ, પોલીસ કમિશનર 
 
કાયદો શું કહે છે? 
 
ભારતીય બંધારણના મૂળભૂત અધિકારમાં વ્યક્તિને વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. રીતે વ્યક્તિ પોતાની ઇચ્છા અને રસ-રુચિ પ્રમાણે પોષાક પણ પહેરી શકે, તેવી સ્વતંત્રતા પણ અપાઈ છે. 
 
આગળ વાંચો: શોર્ટ્સ અને કેપ્રીમાં જોઈને કચેરીઓના સિક્યુરિટી ગાર્ડે શું કહ્યું?