તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદ રેલવે સ્ટેશન પર 15 મિનિટથી વધુ રોકાનાર રિક્ષાને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ સ્ટેશન પર આવતા જતા રિક્ષાચાલકોને હવે 10 રૂપિયા પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. જેના માટે રેલવે તંત્ર દ્વારા સત્તાવાર નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને સ્ટેશન પર 15 મિનિટથી વધુ સમય સુધી રોકાનાર રિક્ષાચાલક પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરાશે. જેના માટે ડિસેમ્બર સુધીમાં સ્ટેશન પર પ્રીપેડ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરી રિક્ષાચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરાશે.

પ્રીપેડ ઓટો સિસ્ટમ શરૂ થતા પેસેન્જરની સુરક્ષા અને સલામતીમાં વધારો થશે

બીજી બાજુ  આ વધારાનો ચાર્જ પેસેન્જરો પાસેથી જ વસૂલ કરશે. વધુમાં સ્ટેશન પર પ્રીપેડ ઓટો સિસ્ટમ શરૂ કરવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ બે વાર સ્ટેશન પર પ્રીપેડ ઓટો સિસ્ટમ શરૂ કરવા છતાં તેમાં તંત્રને સફળતા મળી ન હતી. જો કે આ વખતે પ્રીપેડ સિસ્ટમ અગાઉ રહેલી ખામીઓ દૂર કરી અને તમામ લોકોનો સાથ સહકાર લઈ શરૂ કરવામાં આવી રહી હોવાથી સફળ રહે તેવી આશા તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જરોને લેવા ઘણીવાર ઓટોચાલકો પ્લેટફોર્મ સુધી પહોંચી જાય છે. એજરીતે તેઓ ઓ‌વરચાર્જિંગ કરતા હોવાની ફરિયાદ મળે છે. ઘણીવાર તો રિક્ષાચાલકો શહેરમાં નવા આવેલા પેસેન્જરોને ઓછા અંતરના પણ 3થી 4 ગણુ ભાડું વસૂલ કરે છે. સ્ટેશન પર પ્રીપેડ ઓટો સિસ્ટમ શરૂ થતા ત્યાં આવતા જતા તમામ રિક્ષાચાલકોને રિક્ષા રજિસ્ટર્ડ કરાવવાની સાથે રિક્ષા ડ્રાઈવરનું આઈડી પ્રૂફ આપવાનું રહેશે. જેથી ક્યો પેસેન્જર કઈ રિક્ષામાં ગયો છે તેની માહિતી સરળતાથી મળી રહેશે. એજરીતે સ્ટેશનથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જવા માટે કેટલું ભાડું થશે તેની માહિતી સ્ટેશન પર જ મળી રહેશે જેથી પેસેન્જર પાસે ઓવરચાર્જિંગ નહીં કરી શકે.

સીસીટીવીની સાથે પોલીસની દેખરેખ રહેશે

સ્ટેશન પર શરૂ થનાર પ્રીપેડ ઓટો સિસ્ટમ અને ઓટો પાર્કિંગ એરિયામાં સીસીટીવીથી સતત નજર રાખવાની સાથે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવશે જેથી કોઈ રિક્ષાચાલક કે અન્ય કોઈ અસામાજિક તત્વ પેસેન્જરોને હેરાન પરેશાન ન કરી શકે. - સત્યપ્રકાશ, સિનિયર ડીએસસી

મોબાઈલ એપ પરથી રિક્ષા બુક કરી શકાશે

સ્ટેશન પર શરૂ થનાર પ્રીપેડ ઓટો સિસ્ટમમાં રજિસ્ટર્ડ થયેલી રિક્ષાઓ બુક કરાવવા માટે પેસેન્જરોને કોલ સેન્ટરની તેમજ મોબાઈલ એપની સુવિધા પણ મળશે. જેથી સ્ટેશન પર જવા કે ત્યાંથી અન્યત્ર જવા માટે પેસેન્જર એડ્વાન્સમાં પણ પોતાની રિક્ષા બુક કરાવી શકશે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો