તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગી ડમ્પર સરકારી રોડ તોડે તો બિલ્ડરને દંડ, મ્યુનિ. કમિશનરનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ શહેર હદ વિસ્તારમાં ઠેર ઠેર ચાલતી કન્સ્ટ્રંકશન સાઈટોના કારણે તેની બહારના જાહેર રોડ નર્કાગારની સ્થિતિમાં ફેરવાઈ જાય છે. જયાં ને ત્યાં કાં તો રોડ પર માટીના કારણે નર્યો કાદવ થાય છે અથવા તો ભારે ડમ્પર્સના કારણે આખેઆખા રોડનુ ધોવાણ થઈ જાય છે. જે સાઈટોના ડમ્પર્સ સહિતના ભારે વાહનોના કારણે રોડની આવી બિસ્માર હાલત થાય છે તેવા સંજોગોમાં જે તે બિર્લ્ડસ પાસેથી રોડના ધોવાણનો દંડ ફટકારવાનો આદેશ કમિશનર મુકેશકુમારે દરેક ઝોનના એડી.સિટી ઈજનેરને કર્યો છે.

પશ્ચિમ-નવા પશ્ચિમ ઝોનમાં બે સાઈટને 25 લાખનો દંડ : રોડને નુકસાન કરતી 18 સાઈટને નોટિસ અપાશે

આ આદેશને પગલે પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. બંન્ને ઝોનમાં એક એક સાઈટને રૂા.25.50 લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત નવા પશ્ચિમ ઝોનમાં વધુ 18 સાઈટો આઈડેન્ટીફાય કરાઈ છે જેમને આગામી દિવસોમાં નોટિસ ફટકારી દંડ વસુલ કરાશે.
બાંધકામ સાઈટોના ભારે વાહનથી રોડને નુકસાનનો ચાર્જ પણ બિલ્ડર્સ પાસેથી વસૂલવા મ્યુનિ. કમિશનરનો આદેશ

પશ્ચિમ ઝોનના એડી.સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાએ કહ્યું કે, ‘એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પાસે બની રહેલા ડેકોર કન્સ્ટ્રંકશન સાઈટના ભારે વાહનોને કારણે જાહેર રોડ પર માટીના થર થયા હતા. સાઈટ પર કામગીરીના કારણે તેના ભારે વાહનો રોડ પર આવે ત્યારે માટીના થર લાવતા. પરિણામે તેને રૂા.પચાસ હજારનો દંડ ફટકારાયો છે. મ્યુનિ.ને થતા નુકસાન સામે આ વહીવટી ચાર્જ લેવામાં આવે છે.’ નવા પશ્ચિમ ઝોનના એડીશનલ સિટી ઈજનેર એન.કે. મોદીએ કહ્યું કે, ઈસ્કોન મંદિરની પાછળ બી સફલની કન્સ્ટ્રંકશન સાઈટ છે. જેના ડમ્પરથી આખેઆખા રોડનું ધોવાણ થતાં આ સાઈટને રૂા.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આગળ વાંચો કન્સ્ટ્રકશન સાઈટને કારણે રોડ એ હદે તૂટી જાય છે કે વાહનચાલકો માંડ પસાર થઈ શકે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો