અમદાવાદ: મોદી જેમ ‘મન કી બાત’ દ્વારા જનતા સુધી પહોંચે છે તેમ અરવિંદ કેજરીવાલે પણ ‘ટોક ટૂ એકે’ દ્વારા દેશની જનતા સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો હતો. પાર્ટીના મીડિયા સેલના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ એટલો બધો સફળ રહ્યો હતો કે ફોન લાઈન પણ ક્રેશ થઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકોએ પણ બહોળા પ્રમાણમાં સવાલો પૂછ્યા હતા. એક સવાલના જવાબમાં કેજરીવાલે જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવી કે નહીં તે ગુજરાતની જનતા જ નક્કી કરશે અને જનતાને પૂછશે કે ‘આપ’ ચૂંટણી લડે કે નહીં.’
આ ઉપરાંત કાર્યક્રમાં ગુજરાત કેન્દ્રિત સવાલોના જવાબમાં કેજરીવાલે જણાવ્યું કે જનતા ગુજરાતમાં ચાલી રહેલી તાનાશાહી અને પાટીદાર સમાજ તથા અવાજ ઉઠાવનાર લોકો ઉપર સરકારની દમનકારી નીતિથી ત્રાસી ચૂકી છે. કેજરીવાલે દિલ્હી અને ગુજરાત વચ્ચે વીજળીના ભાવના મોટા અંતર વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જો દિલ્હીની ‘આપ’ની સરકાર આટલા ઓછા ભાવે વીજળી આપી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નહીં.’ કેજરીવાલે ભાજપના પૂર્વ ધારાસભ્ય યતિન ઓઝાએ અમિત શાહ પર કોમી લાગણીને ભડકાવીને બિહાર ચૂંટણી જીતવા માટે અપનાવેલા પેંતરા અંગે પણ ચર્ચા કરી હતી.’
આગળ જુઓ વધુ તસવીર...