Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » How to make your children more confident- tips

બાળકનાં આત્મવિશ્વાસમાં વધારો કરવાનું રહસ્ય, આ રહી ટીપ્સ

Divyabhaskar.com | Updated - Nov 30, 2016, 04:30 PM

માતા-પિતાએ સમજવું પડશે કે, બાળકને મોટાભાગનું શિક્ષણ ભણાવવાથી નહીં પણ જોવાથી મળે છે

 • How to make your children more confident- tips
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમદાવાદ: divyabhaskar.com દ્વારા The H.B. Kapadia New High Schoolના સહયોગ સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આર્ટીકલની શ્રેણીઓ દ્વારા બાળકોના વિકાસ અને તેમને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ વખતે બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરવાની ટીપ્સ આપી રહ્યા છે જાણીતા મોટીવેશનલ સ્પીકર ડૉ. યોગેન્દ્રસિંહ રાઠોડ.

  બાળકનાં આત્મવિશ્વાસમાં વધારો કરાવતું રહસ્ય
  બાળક આ દુનિયામાં આવે ત્યારે પોતાની સાથે થોડી યાદશક્તિ સંઘરેલી હોય તેવું નાનકડું મગજ અનેઅજ્ઞાત મનમાં રહેલી ઇચ્છાઓ લઈને આવે છે. જન્મ પછીનાં થોડાંવર્ષ તો બાળક દુનિયાને પોતાના માતા-પિતાની નજરે જ જુએ છે અને સમજે છે. બાળપણમાં તેનામાં પોતાની રીતે સમજવાની ક્ષમતા નથી હોતી. એ વખતે એનું મગજ કોરી પાટી જેવું હોય છે. જેમાં જે કંઇલખાય છે એ માટે તેના માતા-પિતા અને વાતાવરણ(કુટુંબ, શિક્ષકો અને મિત્રો) જવાબદાર હોય છે. તેથી જ બાળકનાં કોન્ફિડન્સનાં સિક્રેટને સમજીએ તે પહેલાંએ જાણવું ખાસ જરૂરી છે કે એ બાળકમાં ક્યાંથી આવે છે અને એના મગજમાં આત્મવિશ્વાસનાં કેવાં બીજ વાવવામાં આવ્યાં છે?
  મને લાગે છે કે આત્મવિશ્વાસનાં બીજ બે જગ્યાએથી મળે છે.
  - માતા-પિતાનું વર્તન
  -નિપુણતાની લાગણી
  માતા-પિતાનું આદર્શ વર્તન ધીમે ધીમે બાળકનાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે
  - માતા-પિતાએ સમજવું પડશે કે, બાળકને મોટાભાગનું શિક્ષણ ભણાવવાથી નહીં પણ જોવાથી મળે છે. બાળકનું મગજ તમે એને શું કહો છો એમાંથી ઓછું પરંતુ તમે જે કરો છે એમાંથી વધુ શીખે છે. જો એ તમને જીવનનાં દરેક તબક્કામાં રૉકસ્ટારની જેમ ઊભા રહેલા જોશે અને આસપાસના લોકો તમને આદર આપતા જોશે તો એના આત્મવિશ્વાસ વધારો થશે.
  - તેણે કરેલા કામના પરિણામની નહીં પણ કરેલા કામની પ્રશંસા કરો અને પ્રોત્સાહન આપો. તમારા બાળકને ક્યારેય એ સારું છે કે ખરાબ એવું ના કહેશો. એના કરતાં એણે કરેલું કયું કામ સારું છે અને કયું ખરાબ એની સમજણ આપો.
  - ક્યારેય જાહેરમાં કે લોકોની સામે એનું અપમાન ના કરશો કે એને ઠપકો ના આપશો.
  - તમારા બાળકની તુલના કદીબીજા કોઈની સાથે ના કરો. એના લીધે એના મનમાં લધુતાગ્રંથિ કે શ્રેષ્ઠતાનો ભાવ જન્મી શકે છે. તેમને હંમેશાં એ જ સમજાવો કે, “તારે કોઈનાથી ગભરાવાની જરૂર નથી. તું કોઈના કરતાં શ્રેષ્ઠ નથી. તું માત્ર ‘તું’ જ છેઆ વાતને ધ્યાનમાં રાખીને તારી આવડતથી આગળ વધ.”
  - જો એ તમને કોઈ સવાલ પૂછે તો એને સીધેસીધો જવાબ આપવાને બદલે પૂછો કે એ શું વિચારે છે?અને એમના જવાબને ધ્યાનથી સાંભળ્યાં પછી તમારો જવાબ આપો. આનાથી એમની સમજણ વધશે અને આત્મગૌરવમાં પણ વધારો થશે.
  - કોઈ નવું કામ કરવામાં એની ભૂલો થતી હોય તો પણ એમને પ્રોત્સાહન આપો. પરંતુ જો એમને એ કામ કરવામાં રસ ના હોય તો એકની એક વસ્તુ વારંવાર કરવાનું ના કહો. દાત. તમે એને ડાન્સ ક્લાસમાં મોકલો પરંતુ એને ત્યાં રસ ના પડે તો એને ત્યાં જવા માટે દબાણ ના કરો.
 • How to make your children more confident- tips
  - તમારા બાળકને બાળશોષણથી બચાવો. આ ચોકાવનારું સત્ય છે કે દર 10માંથી 1 બાળક ‘ચાઈલ્ડ એબ્યુઝ’નો ભોગ બને છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના સંતાનને આ વિશે માહિતી આપવી જોઈએ જેથી તે આવા દુષણ સામે પોતાનો બચાવ કરી શકે.
   
  - વધારે પડતા પ્રોટેક્ટિવ ના બનશો. એને હારવા અને પડવા દો. એને પીડા સહન કરવા દો અને પછી પોતાના પગ પર ઊભા રહેતાં શીખવો. તેને સમજાવો કે જો એ ભૂલ નહીં કરે કે કોઈ પ્રયત્ન જ નહીં કરે તો નવું નહીં શીખી શકે. ભૂલોમાંથી શીખો પણ વારંવાર ભૂલોનું પુનરાવર્તન ના થાય એનું પણ ઘ્યાન રાખો.
   
  - એને આત્મવિશ્વાસુ લોકોની સંગતમાં રાખો. ઘરે આવેલા મહેમાન સામે આત્મવિશ્વાસપૂર્વક પોતાની ઓળખાણ  આપવા માટે પ્રોત્સાહિત કરો. એમના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવી વાર્તાઓ કહો. સારી પ્રેરણાત્મક વાર્તાઓથી પણ બાળકોનો આત્મવિશ્વાસ વધે છે.
   
  - એમની વારંવાર ટીકા ના કરશો અન્યથા એમનો પોતાના પ્રત્યેનો આદર પણ ઘટવા લાગશે.
   
  - એમને સક્ષમ બનવાનું ચોક્કસ શીખવો પણ સાથે જ મૂલ્યો, પ્રેમ અને સહકારનું મહત્વ પણ સમજાવો.
   
  - તમારી સુષુપ્ત મહત્વાકાંક્ષાઓ એમના પર થોપવાને બદલે એમનામાં રહેલી ક્ષમતાઓ ઓળખવામાં એમને મદદ કરો. એ સ્કીલ કે ટેલેન્ટના વિકાસ માટે એમને પ્રોત્સાહન આપો. જ્યારે એમની ટેલેન્ટમાંનિપુણતા મેળવતા જશે  ત્યારે એને કંઇક સિધ્ધિ મેળવ્યાં જેવી લાગણી આવશે અને એનાથી આપોઆપ જ એના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.
   
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ