તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીની દુષ્કર્મ પીડિતા કિશોરીએ બાળકને જન્મ આપવો પડશે: હાઈકોર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : રાજકોટ જિલ્લાના ધોરાજીની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાના ગર્ભમાં હવે જીવ આવી ગયો છે ત્યારે તેનો ગર્ભપાત કરી ન શકાય તેવી સ્પષ્ટતા સાથે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ કિશોરીને બાળકને જન્મ આપવા આદેશ આપ્યો છે. જોકે જન્મ બાદ બાળકને એનજીઓની મદદથી અનાથાલયમાં મોકલી આપવા પણ આદેશ આપ્યો છે. સાથે દુષ્કર્મ પીડિતાને પણ કાયદાકીય જોગવાઇઓ પ્રમાણે યોગ્ય વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

પીડિતાને જન્મનાર બાળકને અનાથાલયમાં મોકલી સરકાર દ્વારા સંભાળ લેવાશે

આ કેસની વિગત એવી છેકે, ધોરાજીમાં 14 વર્ષની દુષ્કર્મ પીડિતાએ તેના 28 સપ્તાહના ગર્ભ પાત માટે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કિશોરીની શારીરિક અને માનસિક તપાસ કરી અહેવાલ રજૂ કરવા માટે સોલા સિવિલ હોસ્પિટલને આદેશ આપ્યો હતો. આજે સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે, કિશોરી સ્વસ્થ છે. તેણીના ગર્ભમાં રહેલા બાળકને જીવ આવી ચૂક્યો છે. કિશોરીની માનસિક સ્થિતિ પણ યોગ્ય છે જેથી તેણી બાળકને જન્મ આપવા સક્ષમ છે.ઉપરાંત જન્મનાર બાળકને યોગ્ય અનાથાલયમાં એનજીઓ મારફત લઇ જવામાં આવે તેવું પણ સૂચન કર્યું હતું. કેસની વધુ સુનાવણી આગામી 14મી પર મુલતવી રાખી છે.

શું હતો બનાવ

ધોરાજી નજીકના ગામમાં રહેતા ખેત મજૂર માતા-પિતાની 14 વર્ષની દીકરી પર તેના પિતાના મિત્રએ જ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને જ્યારે 24 સપ્તાહનો ગર્ભ હતો ત્યારે તેણીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેણીની માતા બાળકીને તબીબ પાસે લઇ ગઇ હતી. જ્યાં કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાની હકીકત બહાર આવી હતી.
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો