મતદાન પૂર્વેનો નવો ધડાકો: હાર્દિકના કહેવાતા વધુ પાંચ વીડિયો વાયરલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ હાલ જે પ્રકારનું રાજકારણ રમાઇ રહ્યું છે. તેને લઇ આજે હાર્દિક પટેલના અન્ય કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થાય તે પહેલા હાર્દિક પટેલના બે કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને વિધાનસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું હતુ. જ્યારે આજે ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલા જ હાર્દિક પટેલના અન્ય પાંચ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.


વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ સોશિયલ મીડિયામાં મુકાયેલા હાર્દિક પટેલના એક સાથે 5 કથિત વીડિયો મુકવામાં આવ્યા છે. આ વીડિયોમાં હાર્દિકની સાથે અન્ય PASSના કન્વીનરો જોવા મળ્યા છે. આ પહેલા પણ જે વીડિયો વાયરલ થયા છે અને તેમાં જે યુવતીઓ દેખાતી હતી તેના બદલે આ વીડિયોમાં નવી યુવતીનો ચહેરો સામે આવ્યો છે.


નોધ: divyabhaskar.com આ એકપણ વીડિયોની સત્યાર્થતાનું સમર્થન કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...