એઈમ્સમાં ગુજરાતના 16 વિદ્યાર્થીએ મેદાન માર્યું, 4 જુલાઈથી પ્રથમ રાઉન્ડના ઈન્ટરવ્યૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(એઆઈઆઈએમએસ)માં પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2016ના મંગળવારે  જાહેર કરાયેલા પરિણામમાં સમગ્ર  ગુજરાતમાંથી 16 વિદ્યાર્થીઓ ઝળક્યા છે. જેમાં ઓલ ઈન્ડિયા લેવલ પર એસટી કેટેગરીમાં અમદાવાદના વિદ્યાર્થી રવિ કરમટાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે જનરલ કેટેગરીમાં તેમણે 80મો રેન્ક મેળવ્યો છે.  બીજી તરફ ટોપ 200માં  ગુજરાતના દેવાંગ સાધવાણી, વરુણ બંસલ, વિષ્ણુ સિંઘલ આવ્યા છે. ગત મે મહિનામાં દેશભરની સાત એઈમ્સની 672 કોલેજોમાં પ્રવેશ માટે એક્ઝામ લેવાઈ હતી.  કુલ 672 સીટ માટે  24,333 વિદ્યાર્થીઓને ચાર જુલાઈથી શરૂ થનારા કાઉન્સિલિંગના પ્રથમ રાઉન્ડના ઈન્ટરવ્યૂ માટે બોલાવાશે.

ડોક્ટર બન્યા પછી મારે રાઈટર થવું છે : રવિ કરમાટા

સાબરમતી કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી રવિ કરમાટાએ ઓલ ઇન્ડિયા લેવલે એસટી કેટેગરીમાં પ્રથમ રેન્ક અને ઓપન કેટેગરીમાં 80મો રેન્ક મેળવ્યો છે. રેલવે કર્મચારી પિતા નાજાભાઈ કરમટા, ગૃહિણી માતા હીરાબહેનના પુત્ર રવિએ અેસટી કેટેગરીમાં ટોપ રેન્ક મેળવ્યો છે પરંતુ  ઓપન કેટેગરીમાં અપેક્ષા મુજબનો રેન્ક ન આવતા થોડોક નિરાશ છે. ભવિષ્યમાં રાઈટર બનવા ઈચ્છતો રવિ કહે છે કે, ‘મને એસટી કેટેગરીમાં  ટોપ 10માં સ્થાન મળવાની અપેક્ષા હતી, પ્રથમ રેન્કની અપેક્ષા જરા પણ  ન હતી.’

એઈમ્સ-એમબીબીએસ એક્ઝામ ક્લિયર કરનારા વિદ્યાર્થીઓ
નામઓલ ઇન્ડિયા રેન્ક
1 લજ્જા પટેલ3
2 ધ્રુવિલ પટેલ19
3 ભાર્ગવ ઘલાણી6
4 રવિ કરમટા80
5 દેવાંગ સાધવાણી162
6 વરુણ બંસલ182
7 વિષ્ણુ સિંઘલ189
8 ચિરાગ બામણિયા606
9 ધવલ પિપલિયા619
10 અંજલિ મિશ્રા650
11 આકાંક્ષા સૈની(OBC)754
12 મૌલી મહેતા827
13 ધનંજય અઘારે1289
14 મોન્સુ રાઠોડ(SC)6411
15 શિવાની દલાલ(OBC)1812
16 આશિષ કુમાર(SC)18823
 
આગળ વાંચો ડોક્ટર પિતા-ભાઈ મારા  ખરા પ્રેરણામૂર્તિ, વરુણ બંસલના માતા અને પિતા બંને ડોક્ટર
અન્ય સમાચારો પણ છે...