તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનો દબદબો વધારવા મોદીનો પ્રયાસ: દિલ્હી પોલીસમાં ગુજ્જુ જવાનોની ભરતી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું કામ ગુજરાતમાં તેમના 13 વર્ષના શાસનકાળ દરમિયાન તેમના અત્યંત વિશ્વાસુ અને કામમાં બાહોશ તેવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને દિલ્હી લઇ ગયા હતા. આ થિયરીમાં ધાર્યા મુજબની સફળતા મળ્યા બાદ હવે મોદી 4669 ગુજરાતી યુવક-યુવતીઓને દિલ્હી પોલીસ ફોર્સમાં સ્થાન આપવાની મહત્ત્વકાંક્ષી યોજનાને પાર પાડવા જઈ રહ્યા છે.
કેજરીવાલ અને તેમના આમ આદમીઓને કાબુમાં રાખવા પ્રક્રિયા

આ માટેની ભરતી પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે અને આગામી માર્ચમાં તે માટેની લેખિત પરીક્ષા યોજાશે. એવું મનાય છે કે, દિલ્હીમાં અવારનવાર ધરણા કરતી શાસક આમ આદમી પાર્ટી અને તેના કાર્યકરોની ફોજને કાબૂમાં રાખવા વિશ્વાસુ સુરક્ષા પાયદળ માટે ગુજરાતીઓની દિલ્હી પોલીસ ફોર્સમાં ભરતી કરાઈ રહી છે. દિલ્હી પોલીસ ફોર્સમાં ખાસ ગુજરાત તેમજ કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાંથી 3115 પુરુષ અને 1554 મહિલા કોન્સ્ટેબલની ભરતી કરાશે.
-ફિજિકલ ટેસ્ટમાં પાસ થનાર ઉમેદવારની4 માર્ચ 2017એ 6 સેન્ટર પર લેખિત પરીક્ષા

ઉમેદવારે 10 ઓકટોબર સુધીમાં સ્ટાફ સિલેકશન કમિશનની વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી (http://ssc.nic.in) પરથી મેળવી શકાશે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનાર ઉમેદવારોની 4 માર્ચ, 2017 ના રોજ છ સેન્ટર ઉપર લેખિત પરીક્ષા લેવાશે. આમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને કચ્છ-ભૂજનો સમાવેશ થશે.

પુરુષ ઉમેદવારે ફરજીયાત 5 સેમી છાતી ફુલાવવી પડશે

પસંદગી પ્રક્રિયામાં પુરુષ ઉમેદવારની ઉંચાઇ જનરલ કેટેગરી માટે 170 સેમી, એસ.ટી. કેટેગરી માટે 165 સે.મી જ્યારે મહિલા ઉમેદવારની ઊંચાઈ જનરલ કેટેગરી માટે 157 સે.મી, એસ.ટી. કેટેગરી માટે 155 સે.મી. રખાઈ છે. જ્યારે પુરુષ ઉમેદવાર માટે જનરલ કેટેગરીમાં છાતી 81 થી 85 સેમી અને એસટી ઉમેદવાર માટે 75 સેમી રખાઈ છે. પુરુષ ઉમેદવારે છાતી 5 સે.મી. ફુલાવવાની રહેશે. જ્યારે પુરુષ ઉમેદવારનું લઘુતમ વજન 50 કિલો અને મહિલાનું 40 કિલો હોવું જરુરી છે.

-વય મર્યાદા પુરુષ માટે 21, મહિલા માટે 25 વર્ષ

આ ભરતી પ્રક્રિયા માટે પુરુષ ઉમેદવારની વયમર્યાદા 18 થી 21 વર્ષ અને મહિલાઓ માટે 21 થી 25 વર્ષ છે. જ્યારે તમામ ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ છે. જ્યારે પુરુષ ઉમેદવાર પાસે લાઈટ મોટર વ્હીકલ(એલએમવી)નું લાઈસન્સ હોવું ફરજીયાત છે.

આગળ વાંચો પગાર-ભથ્થા કેન્દ્રના ધારા ધોરણ મુજબનો મળશે, પુરુષે 6, મહિલાએ 8 મિનિટમાં 1.6 કિમી દોડવું પડશે
અન્ય સમાચારો પણ છે...