તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતને ઓલિમ્પિકમાં રિપ્રેઝન્ટ કરવાની જીદ વિશ્વરાજને છેક નેધરલેન્ડ ખેંચી ગઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદનો એક ગુજરાતી છોકરો નેધરલેન્ડમાં પોતાના લક્ષ્ય માટેના પરિશ્રમમાં પરસેવો પાડી રહ્યો છે. કાતિલ ઠંડીને અનુકૂળ થવાનો પડકાર, નાણાંની તંગી, તાલિમના વાતાવરણને સેટ થવા સહિત અનેક મુશ્કેલીઓ હોવા છતાં વિશ્વરાજ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીતવા 4 વર્ષથી મથી રહ્યો છે. અમદાવાદનો સ્કેટર વિશ્વરાજ જાડેજા 2018માં સાઉથ કોરિયામાં રમાનારા વિન્ટર ઓલિમ્પિક્સ માટે 2017માં યોજાનારા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે. વિશ્વરાજે "દિવ્ય ભાસ્કર' સાથે પરદેશના અનુભવો તથા એચિવમેન્ટસ અંગે વાત કરી હતી.
-રોલર નહીં ને આઇસ સ્કેટિંગ જ કેમ?
વિશ્વરાજ : અગાઉ હું રોલર સ્કેટિંગ જ કરતો હતો, પરંતુ જ્યારે મને ખબર પડી કે ઓલિમ્પિક ગેમ્સમાં તો રોલર સ્કેટિંગનો સમાવેશ કરાયો જ નથી, તે સમયે હું નિરાશ થયો. આઇસ સ્કેટિંગને વિન્ટર ઓલિમ્પિક્સમાં માન્યતા છે તેથી મેં રોલર સ્કેટિંગ છોડી આઇસ સ્કેટિંગ અપનાવ્યું.

-ગુજરાત છોડીને નેધરલેન્ડ જ કેમ પસંદ કર્યું?
દેશમાં આઇસ સ્કેટિંગ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. નેધરલેન્ડમાં આઇસ સ્કેટિંગની સારી સુવિધા હોવાથી હું ત્યાં જ સ્થાઈ થયો.

-નેધરલેન્ડમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
અહીં ગુજરાતમાં 45 ડિગ્રીની ગરમી પડે અને નેધરલેન્ડમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી પણ નીચો જતો રહે. બોડીને અહીંના વાતાવરણમાં એડજેસ્ટ કરવું જરૂરી હોય છે. અહીં સવારની ઠંડીમાં સાયકલ પર લોકોના ઘરે ન્યૂઝ પેપર વેચવા, રેસ્ટોરામાં કામ કરવા જેવા અનેક કામ કર્યા હતા.

- હાલમાં કેટલી પ્રેક્ટિસ કરે છે
હું અત્યારે રોજના પાંચ કલાક પ્રેક્ટિસ કરું છું, જેમાં 40 કિમી સાઇક્લિંગ, જીમ તથા આઇસ સ્કેટિંગનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...