આદેશ :‘અ’વાદના ખાડા વહેલી તકે પૂરવા દરેક વોર્ડના અધિકારીની જવાબદારી નક્કી કરો’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વરસાદી પાણીના નિકાલ માટે આયોજન વગર મોડે મોડે ચાલુ કરેલા સ્ટોર્મ વોટર, ડિશિલ્ટિંગ અને ડ્રેનેજ લાઈનના કામોના કારણે અડધુ શહેર આડેધડ ખોદી નાખવામાં આવતા આ મામલે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. ખુદ ચીફ સેક્રેટરીએ આ કામગીરી અંગે હસ્તક્ષેપ કરવાની જરૂરિયાત થઈ છે. ઝોન અને વોર્ડ વાઈસ ડેપ્યુટી મ્યુનિ.કમિશનરો અને અન્ય અધિકારીઓની જવાબદારી નક્કી કરી ખોદકામ કરેલા તમામ ખાડા વહેલામાં વહેલી તકે પૂરી દેવા આદેશ કર્યો છે. જે કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેમની કામગીરીની પણ દૈનિક રિવ્યૂ કરી ધીમી કામગીરી કરતા હોય તેવા તમામ સામે પગલાં લઈ કામગીરી પૂરી કરી દેવા આદેશ કર્યો છે.
Paragraph Filter
ઉપરથી આદેશ|ચીફ સેક્રેટરી પાંડિયને મ્યુનિ.કમિશનર ડી.થારાને કડક સૂચના આપી

ચીફ સેક્રેટરીએ આ મામલે કમિશનર થારાને અેમ પણ કહ્યું કે, વધુ બજેટની જરૂરિયાત ઉપસ્થિત થઈ હોય તો તે પણ નક્કી કરો લો, મટીરિયલ્સ ખરીદવાનું થતું હોય તો તે પણ ખરીદી લો અને આયોજનપૂર્વક મોનિટરિંગ શરૂ કરી યુદ્ધના ધોરણે આ કામગીરી આટોપી લેવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે વરસાદ આવવાને માંડ પંદર દિવસ બાકી રહ્યાં છે ત્યાં સુધી આ કામગીરી સતત ચાલી રહી છે. ત્યારે આગામી ચોમાસાની સિઝનમાં શું સ્થિતિ સર્જાશે તે તો એ સમય જ બતાવશે. પણ મ્યુનિ.ના પદાધિકારીઓ અને અધિકારીઓ બન્ને પાંખ 15 જૂન સુધીમાં તમામ કામો પૂરા કરી દેવાની ખાતરી આપે છે.

-ખાડાએ છેક ગાંધીનગર સુધી પીડા પહોંચાડી

અમદાવાદમાં ઠેર ઠેર ખોદકામથી પડેલા ખાડાઓની નાગરિકોની પીડા રહી રહીને ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી છે.
આગળ વાંચો પ્રગતિ હેઠળના કામોની તવારીખ
અન્ય સમાચારો પણ છે...