તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારા પિતાને સ્ટેમસેલ ડોનેટ આપનાર મારા ગોડફાધર છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : મેં ઇશ્વરને જોયા નથી, પણ મારા પિતાને સ્ટેમસેલ ડોનેટ કરી તેમને નવજીવન આપનાર ગુજરાતના પ્રવીણ પટેલ મારા માટે ગોડફાધર સમાન છે. સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટને કારણે આજે મારા પિતા અમારી વચ્ચે છે. જેથી હવે દેશમાં સ્ટેમસેલ ડોનેશન માટે કેમ્પ કરીને અવેરનેસ ફેલાવું છું. તેમ સ્ટેમસેલ મેળવનારી શિવરામ ક્રિષ્નનની દીકરી વિદ્યાએ જણાવ્યું હતું.

સ્ટેમસેલ ડોનેશનમાં ગુજરાત પાંચમા સ્થાને

નવજીવન મેળવનાર શિવરામ ક્રિષ્નનના જણાવ્યા મુજબ, 2014માં પિત્તાશય કાઢવાનાં ઓપરેશન દરમિયાન માઇલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમ, આરએઇબી 2-એએમએલ પ્રકારના લોહીના કેન્સરનું નિદાન થયું હતું. ત્યારે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય હતો પણ પરિવારમાંથી કોઇનાં સ્ટેમસેલ મેચ ન થતાં અમે બ્લડ સ્ટેમસેલ રજિસ્ટ્રી દાત્રીની મદદથી પ્રવીણ પટેલનાં સ્ટેમસેલ મેચ થયાં અને પ્રવીણભાઇ અને તેમનાં પત્નીએ સંમતિ આપતાં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ડોનર પ્રવીણભાઇ પટેલનાં જણાવ્યાં મુજબ સ્ટેમસેલ ડોનેટ કરવા એક રક્તદાન જેવી જ પ્રોસીઝર છે. દરેક વ્યકિતએ સ્ટેમસેલ ડોનેટ કરવા જોઇએ.

ગુજરાતમાં કુલ 17 હજાર દાતાઓ છે

દાત્રી પાસે હાલમાં કુલ 1,48,000 લોકોએ સ્ટેમસેલ દાતા તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ ક્રમે તામિલનાડુ- 32 હજાર, કેરાલા- 31 હજાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા- 19 હજાર, કર્ણાટક- 18 હજાર તેમજ ગુજરાત 17 હજાર દાતાઓ સાથે પાંચમા ક્રમે છે.-રઘુ રાજગોપાલ, સીઈઓ,દાત્રી બ્લડ સ્ટેમસેલ ડોનર્સ રજિસ્ટ્રી

સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીનું બ્લ્ડગ્રૂપ બદલાય છે

સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ દર્દીનું બ્લડગ્રૂપ બદલાઇને ડોનરનું જે બ્લડગ્રૂપ હોય તે બની જાય છે. આ પ્રોસિઝરમાં ડોનરને 5 દિવસ સ્ટેમસેલ વધારવાનાં ઇન્જેક્શન આપ્યાં બાદ એફરાસિસ મશીનની મદદથી 4 કલાકની પ્રોસિઝરમાં સ્ટેમસેલ કલેક્ટ કરાય છે. સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટમાં પ્રથમ પરિવારમાંથી મેચિંગ કરાય છે, દર્દીનાં ભાઇ-બહેનનાં સ્ટેમસેલ 25 ટકા અને માતા-પિતામાંથી 1 ટકા મેચિંગનો ચાન્સ હોય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો