GSTના વિરોધમાં ત્રણ દિવસ કાપડ બજાર બંધ, સરકારને હડતાળની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ/સુરત: ટેક્સટાઇલ પર 5 ટકા જીએસટીના વિરોધમાં સુરત, અમદાવાદ સહિત દેશભરના કાપડ વેપારીઓ આજથી ત્રણ દિવસ બંધ પાળશે. બંધને કારણે ટેક્સટાઇલ સેક્ટરને વ્યાપક નુકસાન વેઠવું પડશે. માત્ર સુરતને જ બંધ દરમ્યાન દિવસનું 250 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

જીએસટી કાઉન્સીલમાં પ્રતિનિધ કરતાં નાયબ મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને જીએસટી સંર્ઘષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ તેમની એક પણ માંગ નહી સ્વીકારાતા ગત અઠવાડિયા દરમ્યાન દિલ્હીમાં દેશભરના વેપારીઓની હાજરીમાં તૈયાર થયેલી ઓલ ઇન્ડિયા જીએસટી સંર્ઘષ સમિતિ દ્વારા તા. 27 થી 29 જુન હડતાલ પર જવાનો નિર્ણય કરાયો હતો.

જીએસટીમાંથી મુક્તિ મેળવવા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું

છેલ્લાં એક મહિનાથી દેશભરના ટેક્સટાઇલ અગ્રણીઓ દ્વારા અવાર-નવાર રજુઆતો કરી ટેક્સટાઇલને રાહત તેમજ કાપડને જીએસટી મુક્તની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લી રીવ્યુ બેઠકમાં ટેક્સટાઇલના એક પણ સેક્ટરમાં રાહતનો એક પણ અક્ષર નહીં ઉચ્ચારાતા વેપારીઓનો રોષ આસમાને ચઢ્યો છે. જીએસટીમાંથી મુક્તિ મેળવવા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના પગલે આજથી ત્રણ દિવસ માર્કેટ બંધ રાખ્યા બાદ 30મી જુનના રોજ માર્કેટ ફરી ખોલવામાં આવશે.
 
GST સામે CG-આશ્રમ રોડ સહિતના કાપડ બજાર આજથી ત્રણ દિવસ બંધ
 
કેન્દ્ર સરકારે 1 જુલાઇથી ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બનાવાની જાહેરાત કરી છે. જીએસટીમાં કાપડ પર 5 ટકાનો ટેક્સ લાદવામાં આવ્યો છે. શહેરના સીજી રોડ અને આશ્રમ રોડ પરના કાપડના વેપારીઓ જીએસટી રદ કરવાની માંગણી સાથે દેશભરના કાપડના વેપારીઓ સાથે 27, 28 અને 29 જૂને બંધમાં જોડાશે. કાપડના વેપારીઓની જેમ ગુજરાત સહિત સમગ્ર દેશના ફર્નિચરના વેપારીઓ 28 ટકાના જીએસટીના દરને લઇને ત્રણ દિવસ બંધ પાડીને વિરોધ કરવાના છે. દેશભરના કાપડના વેપારી જીએસટીથી નારાજ છે.
 
આગળની સ્લાઇડમાં વાચો,સરકાર નહીં માને તો 1લીથી ફરી હડતાળ
અન્ય સમાચારો પણ છે...