હોળીની જ્વાળા ઉત્તરની રહેતા સોળ આની ચોમાસાનો સંકેત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  રવિવારે હોળીના પર્વે લોકોએ હોલિકા દહન-પૂજન કર્યુ હતું.  શાસ્ત્રોમાં હોળીના કદ, આકાર અને ઉંચાઇ અંગે સ્પષ્ટ વર્ણન કરાયું છે. કેટલાક વિસ્તારોમાં ઇકોફ્રેન્ડલી હોળિકા દહન કરાયું હતું. હોળીની જ્વાળા પરથી ખેડૂતો, જ્યોતિષાચાર્યો ચોમાસાની આગાહી કરતા હોય છે. આ વખતે હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ જતું હોવાનું જ્યોતિષીઓએ જણાવ્યું હતું.

આ વર્ષે પ્રગટાવેલી હોળીની જ્વાળા વરસાદ માટે સાનુકુળ સંકેતો આપી જાય છે. જ્યોતિષ ચેતન પટેલના જણાવ્યાનુસાર, હોળીની જ્વાળાથી ભાવિ વર્ષાઋતુના સંકેતો મળે છે તે મુજબ પારંપરિક રીતે પ્રગટાવેલા આ વર્ષે ઉત્તર તરફની હોવાથી સાનુકુળ વરસાદ રહે તેવા સંકેતો આપે છે. 

ક્યારેક ક્યારેક પવન રોકાતા જ્વાળા ઉદ્વમુખી અને અગ્નિ દિશા તરફ જતી હોવાથી જણાય છે કે ચોમાસા દરમિયાન પણ વચ્ચે વચ્ચે બિલકુલ કોરા અને ગરમ દિવસો આવનારા ચોમાસા જોવા મળે છે. પરંતુ એકંદરે ઉત્તર તરફથી જ્વાળા એવા સંકેતો આપે છે કે ચોમાસુ સાનુકુળ પ્રકારનું રહે. પાક-પાણી આગામી વર્ષ દરમિયાન સારા રહે તેમ જણાય છે.   
અન્ય સમાચારો પણ છે...