તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીનાં કારણે ગીથા જોહરીને એક્સ્ટેન્શન અપાય તેવી શક્યતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: રાજ્યના ઇન્ચાર્જ  ડીજીપી ગીથા જોહરી 30 નવેમ્બરે નિવૃત્ત થતાં હોવાથી હવે સરકાર  નવા ડીજીપી કોણે નિમણૂક કરશે તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળતી માહિતી પ્રમાણે ગીથા જોહરીને ફરીથી એક્સ્ટેન્શન અપાય તેવી પ્રબળ શક્યતા છે.જો તેમણે એક્સ્ટેન્શન અપાય તો ડીજીપીના દાવેદાર પ્રમોદ કુમારનું પત્તું કપાય તેમાં કોઇ બે મત નથી.

 

જો કે ચૂંટણી પંચની ભૂમિકા પણ ડીજીપી બનાવવામાં મહત્વની ભૂમિકા સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવતી ન હોવાના કારણે પોલીસ વિભાગના સર્વોચ્ચ હોદ્દાનું અપમાન થતું હોવાની રિટ હાઇકોર્ટમાં કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ગીથા જોહરી 30 મી નવેમ્બરે નિવ્રૃત થતાં હોવાથી નવા ડીજીપી તરીકે કોને મૂકવા તે બાબતે સરકારે પોતાના પત્તા ખોલ્યા નથી. પરંતુ 1982ની બેચના ગુજરાતના સૌ પ્રથમ મહિલા આઇપીએસ ગીથા જોહરી સરકારની ગૂડબુકમાં છે અને હાલ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત છે.


જેના કારણે તેઓ ચૂંટણી વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવામા સક્ષમ હોવાનું સરકાર માની રહી છે. સરકાર આ ચૂંટણીમાં ક્યાંય કચાશ ના રહે તે માટે પૂરતુ ધ્યાન રાખી રહી છે. જેના કારણે તેમણે જ ડીજીપી તરીકે એક્સ્ટેન્શન અપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગીથા જોહરીને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવશે તો તેઓ ફેબ્રુઆરીમાં નિવૃત્ત થાય અને  ત્યાર પછીના 1983ની બેચના આઇપીએસ અધિકારી પ્રમોદકુમાર જે હાલ હોમગાર્ડના ડીજીપી છે તેઓ પણ ફેબુઆરીમાં નિવ્રૃત થઇ રહ્યા છે.જેથી તેઓ મુખ્ય ડીજીપી તરીકેના પદ થી વંચિત રહી જશે.

અન્ય સમાચારો પણ છે...