તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી ઘનશ્યામપ્રકાશની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિરુદ્ધ ન્યૂઝ નેશન ગુજરાત નામના સાપ્તાહિક ન્યૂઝ પેપરના ફેસબુક પેજ પર બીભત્સ સાહિત્ય પોસ્ટ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ.એલ.ચૌધરીએ વડોદરાવાડા સ્વામી ઘનશ્યામપ્રકાશ ગુરુ જગતપ્રકાશની આઈપીસી કલમ 295 (ખ) અને આઈટી એક્ટ 67 મુજબ બુધવારના રોજ ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના એસીપી રાહુલ પટેલના જણાવ્યા અનુસાર, ઘનશ્યામપ્રકાશની ધરપકડ થયા બાદ આ ગુનો જામીનપાત્ર હોવાથી બુધવારે મોડી રાતે આરોપીને જામીન પર મુક્ત કરાયો હતો.

સાધુ વિરુદ્ધ બીભત્સ સાહિત્ય સોશિયલ સાઈટ પર વાઈરલનો કેસ

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ 2 માર્ચ, 21 માર્ચ, 10 એપ્રિલ અને 16 અેપ્રિલે ન્યૂઝ નેશન ગુજરાત નામના સાપ્તાહિક ન્યૂઝ પેપરના ફેસબુક પેજ પર બીભત્સ ટિપ્પણીઓ તેમજ સાહિત્ય પોસ્ટ કરવામાં આવ્યા હતા. જે અંગે તપાસ કરતા  સ્વામી ઘનશ્યામપ્રકાશ ગુરુ જગતપ્રસાદ તેમજ નિલેશ મહેન્દ્રભાઈ ઉર્ફે છોટા પીપીની સંડોવણી બહાર આવી હતી. છોટા પીપી કાલુપુર સંપ્રદાયના એક સમયના સાધુ હતા.

આ ઉપરાંત ધવલ પટેલ કે જે સ્વામી ઘનશ્યામપ્રકાશના શિષ્ય હતા અને તેને સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા હતા. આ તમામે ષડયંત્ર રચી કાલુપુર સંપ્રદાયના હરિભક્તો તેમ જ સંતોની લાગણી દુભાવી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે કાલુપુર મંદિરના હરિભક્ત રીતેશ પટેલે (રહે.મણિનગર) આ સાપ્તાહિક ન્યૂઝ પેપરના મેનેજિંગ ડાયરેક્ટર પાર્થ શાહ, સ્વામી ઘનશ્યામપ્રકાશ, નિલેશ પટેલ અને ધવલ પટેલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતી અરજી દાખલ આપી હતી.
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો