તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ'વાદ: ATM બહાર જ રૂ.200નું કમિશન લઈ 2 હજારના છૂટા આપતી ગેંગ સક્રિય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: એટીએમમાંથી માત્ર 2 હજારની નોટ જ નીકળતી હોવાથી લોકોને છૂટા કરાવવાની નવી સમસ્યા સતાવી રહી છે. આ સંજોગોમાં કમિશન લઈને છૂટા આપવાના પણ કીમિયા કેટલાક લોકો અજમાવી રહ્યા છે. એટીએમમાંથી નીકળતી 2 હજારની નોટના એટીએમની બહાર જ છુટ્ટા આપતા લોકો એકાએક ફૂટી નીકળ્યા છે. જેઓ 20 રૂપિયાથી લઇને 200 રૂપિયા ખંખેરીને છુટ્ટા આપવાનો ધંધો કરી રહ્યા છે.
શહેરના આશ્રમરોડ, સીજીરોડ, મીઠાખળી, નવરંગપુરા જેવા વિસ્તારોમાં ભરચક એટીએમ આવેલા છે. જેમાં મોડીરાત સુધી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા લાઇનો લગાડે છે. આ લાઇનોમાં ઊભેલા લોકોને 2 હજારની ડુપ્લિકેટ નોટ નીકળવાનો પણ ભય રહેલો છે. માટે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક આ 2 હજારના છુટ્ટા આપવાનો ધંધો કરી રહ્યા છે. તેમાં 10ની નોટથી માંડીને 100 રૂપિયાની અને 500ની નવી નોટો પણ આપી રહ્યા છે.
500 રૂપિયાની નવી નોટો જોઇએ તો 2 નવી નોટોના બદલામાં પણ વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે. જ્યારે 100 રૂપિયાની નોટો જોઇતી હોય તો માત્ર 100 રૂપિયા ઓછા મેળવીને લોકો 2 હજારના છુટ્ટા લઇ રહ્યા છે. આ સાથે કેટલાક અસામાજિક તત્વો પણ મોડીરાતે એટીએમની બહાર ઊભા રહીને આ છુટ્ટા આપવાનો ધંધો કરી રહ્યા છે.
આ સિવાય લોકો એક સામટા એટીએમમાંથી 5-7 કાર્ડ લઇને તેમાંથી પૈસા ઉપાડી લે છે. તેના લીધે એટીએમમાંથી કેશ જલદી ખાલી થઇ જાય છે. સામાન્ય રીતે એટીએમમાં માત્ર 2 હજારની નોટ બેન્કો દ્વારા લોડ કરવામાં આવતી હોય તો મશીનની કેપેસિટી વધી જાય છે. છતાં પણ વધુ લોકોને આ પૈસા ઉપાડવાનો લાભ મળતો નથી અને સામાન્ય પ્રજાજનો હેરાન થાય છે. બે હજારની નોટના છૂટા ન મળવાના કારણે લોકોને ભારે હેરાનગતિ પડી રહી છે.
અન્ય સમાચારો પણ છે...