તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: પોલીસમથકની પાળીએથી ભિક્ષુક પડ્યો, ને બૂમો પડી કે ‘ઝેર પીધું’!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં બુધવારના રોજ દલિતજ્ઞાતિ દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે વિવિધ શહેરોમાં કલેક્ટર કચેરી બહાર દલિત કાર્યકરો દ્વારા ઝેરી પીને આપઘાત કરવાના પ્રયાસો સામે આવ્યાં હતાં. દરમિયાન બુધવારના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનની બહાર દલિત યુવકો ટોળું વળીને ઊભા હતા.

પોલીસે પણ ભિક્ષુકે ઝેર નથી પીધું તેવો ખુલાસો કર્યો

બીજી તરફ પોલીસ સ્ટેશનની અંદર કેટલાક પોલીસ કર્મચારીઓ બેહોશ થઈ ગયેલા વ્યક્તિને ભાનમાં લાવવાની કોશિશ કરતા હતા. આ નજારો જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ નવરંગપુરા પોલીસ મથકમાં દલિત યુવકે ઝેર પીને આપઘાત કર્યો હોવાની વાત સાંભળી ઊભા રહેતા પોલીસે ‘ આ ભાઈ પાળી પરથી પડી ગયો છે, હવે જાઓ અહીંયાથી’ કહીને તમામને તગેડી મૂક્યા હતા.

નવરંગપુરા પો. સ્ટે.માં દલિત ટોળાની હાજરીમાં રમૂજી ઘટના

વાત એમ છે કે, બુધવારે સવારે 100 જેટલા દલિત યુવકો 10 વાગે નવરંગપુરાના સીજી રોડ ખાતે દુકાનો બંધ કરાવવા નીકળ્યાં હતાં. આ વાતની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસે ટોળાને દુકાનો બંધ કરતા અટકાવ્યા હતા. જેમાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે 3 યુવકોની અટકાયત કરી હતી. આ 3 યુવકોને છોડાવવા દલિત જ્ઞાતિના યુવકો નવરંગપુરા પોલીસ મથકની સામે ટોળું વળી બેસી રહ્યાં હતાં. બપોરે 3:30 થી 4 વાગ્યા વચ્ચે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક ભીખારી જેવો લાગતો વ્યક્તિ પોલીસ સ્ટેશનની પાળી પરથી નીચે પડતા તે બેભાન થઈ ગયો હતો. આ જોઈ પોલીસકર્મચારીઓ તેને હોશમાં લાવવાના પ્રયાસ કરતા હતા.

પોલીસ મથકની બહાર દલિતોનું ટોળું અને અંદર વ્યક્તિને ભાનમાં લાવવાનો પ્રયાસ કરતી પોલીસને જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ફરી કોઈ દલિત યુવકે ઝેર પીધું હોવાની વાત સાંભળી ઊભા રહી ટોળે વળતા પોલીસે તમામ રાહદારીઓને ખખડાવી ત્યાંથી રવાના કર્યાં હતાં. જ્યારે 108 આવતા આ વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો