અ'વાદ: પુત્રી બોલતી નથી, IPS પિતાની હાજરીથી પોલીસ કંઇ પૂછતી નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: સિનિયર આઈપીએસ અધિકારીની દીકરીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રયાસની ઘટનામાં તપાસ અધિકારી એફએસએલ અને ડોગ સ્કવોડ સાથે મંગળવારે ફરી વખત સમર્પણ ટાવર ખાતેના ઘટના સ્થળે પહોંચી હતી.
તપાસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હુમલાખોર ઘરમાં ઘુસ્યો કરી રીતે આ વાતનો જવાબ ભોગ બનનાર અધિકારીની દીકરી પોલીસને આપી શકતી નથી અને આ મુદ્દે મૌન સેવી લીધુ છે. આઈપીએસ અધિકારીની હાજરીમાં તપાસ અધિકારી તેમની દીકરીની પૂછપરછ પણ કરી શકતા નથી. જેથી હુમલાખોર ઘરમાં કેવી રીતે ઘુસ્યો તે અંગેના સાંયોગિક પૂરાવા એકત્રિત કરવા તજવીજ શરુ કરી છે.
તપાસ અધિકારી એસીપી બી.યુ.જાડેજાએ જણાવ્યું હતુ કે હજુ કોઇ ચોક્કસ કડી મળી નથી. હાઈ સિકયોરીટી ઝોનમાં આવેલા સમર્પણ ટાવરના ફલેટમાં હુમલાખોર ઘુસ્યો કેવી રીતે? હુમલાખોર લોક - નકૂચો તોડીને અંદર આવ્યો નથી. બહાર જતી વખતે હુમલાખોર મેન ડોરથી પગથિયાથી ભાગ્યો છે. હાલ પૂરાવા એકત્રિત કરવા તજવીજ શરુ કરી છે.
પેપર બેગમાં બે કાણાં પાડી માસ્ક બનાવ્યું

આઈપીએસની દીકરી ઉપર હુમલો કરવા આવેલા યુવાને પેપર બેગ(દુકાનોમાં ખરીદી કરવા ગ્રાહકોને દુકાનદાર આપે છે તેવી)નો માસ્ક પહેર્યો હતો. આ પેપર બેગની એક બાજુથી જોવા માટે બે કાણા પાડેલા હતા. જેથી આ માસ્ક પણ એ વાતનો સંકેત આપી રહ્યો છે કે હુમલાખોર કોઇ પ્રોફેશનલ વ્યકિત નહીં પરંતુ જાણભેદુ અથવા તો સ્થાનિક કે પરિચિત જ હોવો જોઇએ.
અન્ય સમાચારો પણ છે...