તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરાટનગરમાં ફોર લેન, નરોડા ક્રોસિંગ પર સિક્સ લેન ઓવરબ્રિજ બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન નરોડા રેલવે ક્રોસિંગ પર સિક્સ લેન અને વિરાટનગર ખાતે 4 લેનનો ઓવર બ્રિજ બનાવશે. નરોડા ફ્લાયઓવર માટે રેલવેની મંજૂરી મેળવાશે અને ત્યારપછી કામગીરી હાથ ધરાશે. આ બંન્ને સ્થળે ઓવરબ્રિજ બને પછી ટ્રાફિકની સમસ્યા હળવી થશે. પ્રાથમિક અંદાજ મુજબ, નરોડા ક્રોસિંગ ફ્લાયઓવર માટે રૂ.80 કરોડથી વધુનો ખર્ચ થવાની શક્યતા છે.

સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે કહ્યું કે, અમદાવાદ અને હિંમતનગર- મહેસાણા નેશનલ હાઈવે જોડતા માર્ગ પર આવેલ નરોડા રેલવે ક્રોસિંગ પર સિક્સ લેનનો ફ્લાયઓવર બનાવાશે. આ ઓવરબ્રિજની લંબાઈ 800 મીટર અને પહોળાઈ 23 મીટર હશે. આ બ્રિજ તૈયાર કરવા માટે રેલવે સત્તાવાળાઓની મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારપછી કામગીરી હાથ ધરાશે. ચાલુ વર્ષના બજેટમાં નરોડા ક્રોસિંગ ખાતે ફ્લાયઓવર બનાવવા માટે કામ લાવવામાં આવ્યું છે.

નરોડાના ફ્લાય ઓવર માટે 80 કરોડ, વિરાટનગર માટે 50 કરોડ ખર્ચનો અંદાજ

અગાઉ, 2013ના વર્ષમાં પણ નરોડા ખાતે ઓવરબ્રિજ બનાવવા અંગે જાહેરાત કરીને બજેટમાં કામ લાવવામાં આવ્યું હતું. પરંતુ અગમ્ય કારણોસર આ બ્રિજનું કામ ટલ્લે ચડ્યું હતું. વિરાટનગર ખાતે કોર્પોરેશનની પૂર્વ ઝોનની કચેરી નજીક 50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવાશે. આ હેતુસર 10 દિવસ બાદ પ્રેઝન્ટેશન કવાયત હાથ ધરાશે. વિરાટનગર જંક્શન પર ટ્રાફિક સમસ્યા વધુ જોવા મળે છે. નારોલ- નરોડા હાઈવેના લીધે આ રસ્તા પર મોટી સંખ્યામાં ભારે વાહનોની અવર જવર રહે છે તેમજ આ રસ્તા પર જનમાર્ગની બસો તેમજ નાના-મોટાં વાહનોથી ટ્રાફિકની સમસ્યા રહે છે.

આગળ વાંચો નરોડાનો ઓવરબ્રિજ 800મીટર લાંબો, 23મીટર પહોળો હશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો