તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃદ્ધને ફેસબુક ફ્રેન્ડ બનાવી વિદેશી મહિલાએ લૂંટી લીધા, 4.50 લાખ પડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : લંડનમાં સ્થાયી થયાનું કહીને ઠગ યુવતીએ 68 વર્ષના નિવૃત્ત ચીફ બેંક મેનેજરને ફેકબુક ફ્રેન્ડ બનાવી જડીબુટ્ટી મોકલવાના નામે રૂ. 4.50 લાખ પડાવ્યા હતા.ગુરુકુલ રોડ પર સર્જન ટાવરમાં રહેતા સતીષકુમાર ધવન (68) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાંથી ચીફ મેનેજર તરીરે નિવૃત્ત થયા હતા. 30 જુલાઈએ તેમના ફેસબુક એકાઉન્ટમાં જનિતા મોરીસનની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે તેમણે એક્સેપ્ટ કરી હતી.

જડીબુટ્ટી લંડન મોકલવાના નામે 4.50 લાખ પડાવ્યા

બાદમાં જનિતાને ભારત આવવાનું હોવાથી હોટલ બુકિંગ કરવાનું હતું, પરંતુ લંડનથી પૈસા ટ્રાન્સફર થતા ન હોવાથી જનિતાના એકાઉન્ટમાં સતીષકુમારે રૂ.16 હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ ભારતમાં મળતી એક્રોમાઈઝન ફૂડ નામની જડીબુટ્ટીની લંડનમાં બહુ જ ડિમાન્ડ છે. નાગપુરમાં તેનું દોઢ કિલોનું પેકિંગ રૂ. 2.65 લાખમાં મળે છે જ્યારે લંડનમાં દોઢ કિલોનું પેકિંગ 6 હજાર યુએસ ડોલરમાં મળે છે.

ભાગીદારીમાં જડીબુટ્ટી લંડન મોકલવાનો ધંધો કરવાની વાત કરી હતી. જડીબુટ્ટીના જથ્થાના ડિફરન્સના પૈસા તેમજ ડિલિવરી ચાર્જ પેટે ટુકડે ટુકડે સતીષકુમાર પાસે રૂ. 4.50 લાખ જમા કરાવીને ઉપાડી લીધા હતા. છતાં ડિલિવરી ન મળતાં પોતે છેતરાયા હોવાની જાણ થતા સતીષકુમારે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો