તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: વોટ્સએપ પર તત્ત્વવિજ્ઞાન અને ઇતિહાસના નકલી પેપર વાઈરલ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુરુવારે લેવાયેલી ધો 12 સામાન્ય પ્રવાહની ઈતિહાસ, તત્વવિજ્ઞાનની પરીક્ષા વખતે જ નકલી પેપર વોટ્સએપ સહિતના સોશિયલ મિડિયા પર વાઈરલ થયું હતું અને આખો દિવસ પેપર ફૂટ્યાની ચર્ચા ચાલી હતી.  નકલી પેપરમાં મૂળ વિષયના સિવાયના અન્ય વિષયના પ્રશ્નો પણ હતા. પરીક્ષા પછી વિદ્યાર્થીઓએ કહ્યું કે, વાઈરલ થયેલા પેપરમાંથી તો એકપણ પ્રશ્ન પૂછાયો ન હતો. શિક્ષણ બોર્ડના અધિકારીઓએ પેપર ફૂટ્યાની વાતને રદિયો આપ્યો હતો. બુધવારે પણ ધોરણ-12 કોમર્સમાં એકાઉન્ટનું નકલી પેપર વાઈરલ થયું હતું. જો કે ઈતિહાસ-તત્વજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ 12 કોપી કેસ નોંધાયા હતા. અમરેલી, બનાસકાંઠા, મહેસાણા, પોરબંદર, મોરબી, પાટણના પરીક્ષા કેન્દ્રોમાં આ કોપી કેસ નોંધાયા હતા.
 
શિક્ષણ બોર્ડની આ પરીક્ષા અંતર્ગત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારના સેશનમાં ઈતિહાસના પેપરમાં નોંધાયેલા કુલ 26538 વિદ્યાર્થીઓમાંથી 25311 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે એચએસસી સામાન્ય પ્રવાહમાં બપોરના સેશનમાં તત્વજ્ઞાન વિષયમાં કુલ 114026 વિદ્યાર્થીઓમાંથી 109027 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ બોર્ડના સ્ટેટ કન્ટ્રોલરૂમને મળેલી માહિતી મુજબ એચએસસી પરીક્ષામાં મહેસાણા જિલ્લામાં 6, અમરેલી, બનાસકાંઠા, મોરબી જિલ્લામાં એક-એક  અને પાટણ જિલ્લામાં 3 મળીને કુલ 12 જેટલા કોપી કેસ નોંધાયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી હોવાની જાહેરાત કરાઈ છે.
 
બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામના મૂળતત્વોનું પેપર બપોરે લેવાનું હતું. પરંતુ પેપર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં ખોટું પેપર ફેરવવામાં આવ્યું હતું. બપોરે શિક્ષણમંત્રી દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ત્યારે આ પ્રકારનું કૃત્ય ફરી કોઇ અસામાજિક તત્વો ન કરે તે હેતુથી બોર્ડના સચિવે સેક્ટર 7 પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસ આ પેપર વોટ્સએપ કેવી રીતે આવ્યું તેની માહિતી મેળવવા તપાસ કરી રહી છે. કસૂરવાર પકડાય પછી કાયેદસર કાર્યવાહી કરવામાં આવશે.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...