તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રો સીધા સ્કૂલોને જ મોકલવા બોર્ડનો નિર્ણય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગત વર્ષે બાયોલોજીનું પેપર લીક થતાં હવે ઝોનલ ઓફિસને નહીં મોકલાય
- પેપર લીક કરનારી જય સોમનાથ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ન અપાયું

અમદાવાદ: ગત વર્ષે ધો.12 બાયોલોજીનું પેપર લીક થવાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રશ્નપત્રોના સેટ ઝોનલ ઓફિસને બદલે સીધા જે તે સ્કૂલોને મોકલવાનો નિર્ણય લીધો છે.

ગત વર્ષે મણિનગરની જય સોમનાથ સ્કૂલમાંથી બાયોલોજીનું પેપર લીક થતાં મોટો હોબાળો થયો હતો. આ સ્કૂલના એક ક્લાર્કે પેપર લીક કરીને વોટસએપ પર ફરતું કર્યું હતું. આ વર્ષે જય સોમનાથ સ્કૂલને પરીક્ષાનું સેન્ટર ફાળવાયું નથી. ગત વર્ષ સુધી શિક્ષણ બોર્ડ જે તે વિસ્તારની ઝોનલ ઓફિસે પ્રશ્નપત્રોના સેટ પહોંચાડતું હતું અને ત્યાંથી સ્કૂલોને સેટ મોકલાતા હતા. પરીક્ષાના સમયે જ સરકારના પ્રતિનિધિની હાજરીમાં જ સેટ ખોલીને સીધા વિદ્યાર્થીઓને પેપર વહેંચવામાં આવશે.

સરકારના પ્રતિનિધિ તરીકે સિનિયર શિક્ષકને મોકલવામાં આવશે. પેપર લીક થાય તો આ સિનિયર શિક્ષકની જવાબદારી નક્કી કરાશે. આ વર્ષે પ્રશ્નપત્રોના સેટ મોકલવાની કામગીરીમાં જોડાનાર સ્ટાફને વિશેષ તાલીમ અપાશે એવું શિક્ષણ બોર્ડના સચિવ આર.આઇ. પટેલે જણાવ્યું હતું.

18.70 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

ધો.10-12ની પરીક્ષા માટે કુલ 18.70 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 5.14 લાખ વિદ્યાર્થી જ્યારે ધો.10ની પરીક્ષા માટે 10.81 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત સેમેસ્ટર 4ની પરીક્ષા માટે 1.34 લાખ વિદ્યાર્થીઓ અને સેમેસ્ટર 2ની પરીક્ષા માટે 1.41 લાખ વિદ્યાર્થીઓ છે.
અન્ય સમાચારો પણ છે...