તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં રોજ 16 આત્મહત્યા, 2 આપઘાતનો પ્રયાસ કરે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : શનિવારે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન છે. આત્મહત્યાની સંખ્યામાં થતો વધારો ચિંતાનો વિષય છે. કેટલાક કિસ્સા અહી રજુ કર્યા છે. WHO મુજબ 2015માં વિશ્વભરમાં 8 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 17 ટકાના હિસાબે ભારતામાં 1 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. એનસીઆરબી પ્રમાણે 2015માં ગુજરાતમાં 7225 લોકોએ આત્મહત્યા કરી હતી, 2413 લોકો 15થી 29 વર્ષના હતા. રાજ્યમાં રોજના 16 લોકો આત્મહત્યા કરે છે અને 2 આત્મહત્યાનો પ્રયાસ કરે છે.

રોજિંદા કામમાં રોકટોક જવાબદાર

1. એક ગૃહિણીએ રોજ બરોજના કામમાં વારંવાર ટોકવાથી, એક દિવસ બપોરે જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે પડોશી બહેને બાલ્કનીમાંથી તેમને બારીમાંથી જોયા અને બુમાબુમ કરી બચાવ્યા. પાછળથી જાણવા મળ્યું કે ઘર કંકાસથી માનસિક રીતે થાકી આ પગલું ભર્યું.
2. એક પુરુષે પોતે જોબ પર સરખું કામ ના આપી શકતા, બધો દોષનો ટોપલો માથે લઇ લીધો અને હતાશાથી ઘેરાઇ આત્મહત્યા કરવા જતો હતો ત્યારે એક મિત્રનો ફોન આવ્યો અને મનનો બધો ઉભરો ઠાલવતા તેને વિચાર માંડી વાળ્યો હતો.
3. એક મહિલા, બપોરે તો પોતાના પતિને કંપનીમાં ટીફિન આપવા ગઈ અને કીધું કે કાલના ટીફીનનું નક્કી નહિ. આ વાત કદાચ પતિએ ધ્યાન બહાર લીધી. સાંજે ઘરે પહોંચી દરવાજો ખોલ્યો તો પત્નીએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.

સમયસૂચકતા મહત્વની

આત્મહત્યાના ચિહ્નો પ્રત્યે સમયસુચકતા મહત્વનો ભાગ ભજવે છે. માનસિક તણાવ, ડીપ્રેશન, સામાજિક પ્રોબ્લેમ આત્મહત્યાના મુખ્ય કારણો છે. -ડો. જ્યોતીક ભચેચ, સાઇક્યાટીસ

ઇક્યુ એટલે ભાવનાત્મક સુચકઆંક મજબુત કરતા ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. સ્ટ્રેસમેનેજમેન્ટ કરતા શીખવું જોઇએ તથા કોઇ પરિસ્થિતીમાં તરત રિએક્ટ ન કરવું જોઇએ. -ડો. પ્રશાંત ભિમાણી, સાયકોલોજીસ્ટ

સેલ્ફી સ્યુસાઇડ જેવા અનેક પ્રકાર
-વર્ચ્યુઅલ સુઇસાઇડ – સોશિયલ મીડીયા પરથી રાતોરાત એકોઉન્ટ ડીલીટ કરી દેવું. સોશિયલ આઇડેન્ટિટીનું નામોનિશાન મિટાવવું.
-સેલ્ફી સુઇસાઇડ – આત્મહત્યા પહેલા પોતાનો સેલ્ફી લેવો અને પોતાના મિત્ર/ સ્વજનને તે વાયરલ કરવા રિક્વેસ્ટ મોકલવી.
-કોપી કેટ સુઇસાઇડ – કોઈ નામાંકિત વ્યક્તિ અથવા તો ખૂબ જ નજીકનાં સ્વજને જે રીતે આત્મહત્યા કરી હોય તે રીતે આત્મહત્યા કરવી.
-અટેન્શન સીકિંગ સુઇસાઇડ – માત્ર ધ્યાન ખેંચવા અને પોતાની જીદ પૂરી કરાવવા માટે આત્મહત્યાનો પ્રયત્નો કરવા.

ડિપ્રેશનમાં હોય તેની વાત શાંતિથી સાંભળો

-આત્મહત્યાની વાત કરનારને શાંતિથી સાંભળો અને કારણો ચર્ચો.
-ઘણીવાર માત્ર વાત કરવાથી જ આપઘાતની ઘટના ટાળી શકાય છે.
-સ્વજનો સાથેના સંબંધ મજબૂત બનાવો.
-માનસિક રોગના નિષ્ણાત પાસે સમયસર સલાહ લેવી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો