• Gujarati News
  • English Medium Merritt 3 Pc And Gujarati Medium Five Pc High

અંગ્રેજી માધ્યમમાં મેરિટ ત્રણ ટકા ઊંચું અને ગુજરાતી માધ્યમમાં પાંચ ટકા નીચું જશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી માધ્યમમાં બેઠકો ખાલી રહેશે
અમદાવાદ: ધોરણ 12 સામાન્ય પ્રવાહના 54.98 ટકા જાહેર કરાયેલા પરિણામ અંતર્ગત અંગ્રેજી માધ્યમનુ પરિણામ 83.72 ટકા આવ્યુ છે. બીજી તરફ ગુજરાતી માધ્યમનુ 53.09 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત આ પરિણામમાં અમદાવાદ સિટી અને અમદાવાદ રૂરલ વિસ્તારના પરિણામમાં ગત વર્ષની તુલનાએ 5692 વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેના કારણે પ્રથમ વર્ષ બીકોમ વિદ્યાશાખાની શહેર વિસ્તારની અંગ્રેજી માધ્યમની કોલેજોમાં અંદાજે ત્રણેક ટકા પ્રવેશ મેરિટ ઊચુ જવાની સંભાવના છે.
જયારે ગુજરાતી માધ્યમન કોલેજોમાં પાંચ ટકા પ્રવેશ મેરિટ નીચુ જવાની શકયતા છે. જ્યારે ગુજરાતી માધ્યમની ઓછી જાણીતી કોલેજોમાં નોંધપાત્ર બેઠકો ખાલી રહેવાની શક્યતા પ્રવેશ કમિટીના સત્તાવાળાઓએ વ્યક્ત કરી છે.આ ઉપરાંત ઓછા પરિણામને કારણે ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીકોમની 7200થી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના છે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રથમ વર્ષ બીકોમ શાખાની અમદાવાદ શહેરમાં કુલ 50 જેટલી કોલેજોમાં 24,000 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. આ કોલેજોમાંથી 20 જેટલી કોલેજો અંગ્રેજી માધ્યમની છે અને તેની કુલ 24,000 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. અમદાવાદ સિટી અનને રૂરલના પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. જેના શહેરની જાણીતી તેમજ ઓછી જાણીતી અંગ્રેજી માધ્યમની કોલેજોમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓનો ભારે ધસારો રહેશે. બીજી તરફ ગુજરાતી માધ્યમની જાણીતી કોલેજોને બાદ કરતાં બાકીની કોલેજોમાં નોંઘપાત્ર બેઠકો ખાલી રહેવાની સંભાવના છે.
ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેરિટમાં પાંચ ટકા ઘટી શકે

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી માધ્યમનુ પરિણામ ઉચુ આવ્યુ હોવાથી અંગ્રેજી માધ્યમની કોલેજોમાં પ્રવેશ માટે ધસારો વધવાથી પ્રવેશ મેરિટમાં ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે. બીજી તરફ ગુજરાતી માધ્યમનુ પરિણામ ઓછુ આવ્યુ હોવાથી જાણીતી ગુજરાતી માધ્યમની કોલેજોમા પ્રવેશ મેરીટમાં પાંચ ટકાનો ધટાડો જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે.