તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇજનેરીમાં ભણતા ભૂતાનના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ચાંદખેડાની વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગમાં 7 મા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા ભૂતાનના વિદ્યાર્થી પ્રણીમ કટેલ બંગલામાં બારીના લોખંડના સળિયા સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી.પ્રણીમ 2013 માં અમદાવાદ આવ્યો હતો અને ભારત સરકારના ખર્ચે જ એન્જિ.માં અભ્યાસ કરતો હતો.પ્રણીમે કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ પોલીસ જાણી શકી નથી. પરંતુ પ્રણીમ કોઇ છોકરી સાથે ચેટિંગ કરતો હોવાની માહિતી તેની સાથે રહેતા તેના મિત્રોએ પોલીસને આપી હોવાથી પોલીસે તપાસ માટે પ્રણીમનું લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે.
ઇજનેરીમાં ભણતા ભૂતાનના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

પ્રણીમ તેની સાથે કોલેજમાં ભણતા 3 મિત્રો સાથે મોટેરામાં આવેલા હિમાલયા ઝીરકોનમાં રહેતો હતો. પરંતુ 10 દિવસ પહેલા જ ચારેય મિત્રોએ ચાંદખેડામાં વિહાર બંગલોઝમાં બંગલા નંબર-સી 3 ભાડેથી રાખ્યો હતો. શનિવારે સવારે તેના મિત્રોએ પ્રણીમના રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ તેણે દરવાજો ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને અંદર જઇને જોયું તો પ્રણીમે રૂમની બારીના લોખંડના સળિયા સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
તે અભ્યાસમાં ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતો

ભૂતાનનો વિદ્યાર્થી પ્રણિમ કટેલ એન્જિનિયરિંગ કોલેજમાં સેમેસ્ટર-7માં સિવિલ એન્જિ.માં અભ્યાસ કરતો હતો. તે અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતો. આ અંગે વિદ્યાર્થીના માતા પિતાને આ અંગેની જાણ કરવામાં આવી છે. - ડો.રાજુલ ગજ્જર, પ્રિન્સિપાલ, વિશ્વકર્મા સરકારી એન્જિ. કોલેજ
પીઅેમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણી શકાશે

^પ્રણીમે કયા કારણથી આત્મહત્યા કરી તે હાલમાં જાણી શકાયું નથી.પરંતુ તેને આંખની ભ્રમર ઉપર ઇજાના નિશાન હોવાથી પેનલ ડોક્ટર મારફતે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.જ્યારે તેના મિત્રો તેમજ કોલેજમાં જઇને પણ સહાધ્યાયીઓ તેમજ શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે. - એન.એસ.દેસાઇ, પીઆઈ ચાંદખેડા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો