તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના નવ હજારથી વધુ ગણેશ મંડળમાં ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું સ્થાપન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : આ વર્ષે શહેરમાં લોકોએ અને વિવિધ ગણેશ મંડળોએ માટીના શ્રીજીની પ્રતિમાઓ ખરીદવામાં વધુ રસ દાખવતાં રાતના બાર વાગ્યા સુધીમાં 11 હજાર માટીની શ્રીજીનું મૂર્તિનું વેચાણ થયું હતું. રાજ્ય સરકાર સંચાલિત વસ્ત્રાપુર અને રિવરફ્રન્ટના બન્ને સ્ટોલમાં ગત વર્ષ કરતાં રૂા.10 લાખની માટીની મૂર્તિઓનું વેચાણ વધતાં વેચાણનો આંકડો રૂા.31 લાખને આંબી ગયો હતો. આ વર્ષે 10 હજાર ગણેશ મંડળોમાંથી 9 હજાર મંડળોએ માટીના શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કર્યું છે.

શહેરના વિવિધ પંડાલોમાં પીઓપી કરતા માટીની મૂર્તિનો ક્રેઝ વધ્યો

કોઇ પણ શુભ કાર્યની શરૂઆત જેમના સ્મરણથી કરવામાં આવે છે તેવા વિઘ્નહર્તા ભગવાન ગણેશના મહાપર્વ ‘ગણેશ ચતુર્થી’ની અમદાવાદ સહિત દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.  વર્ષના મોટાભાગના દિવસ એવા હોય છે જ્યારે ઇશ્વરના આશિર્વાદ મેળવવા માટે ભક્ત મંદિરમાં જાય છે. પરંતુ ગણેશ ચતુર્થી એક એવું પર્વ છે જ્યારે ભગવાન ગણપતિ ખુદ ભક્તના ઘરે અતિથિ બનીને આવે છે.  ચાલુ વર્ષે માટીના ભગવાન ગણેશનું પોતાના ઘર, ફ્લેટ, સોસાયટી, ઓફિસમાં સ્થાપન કરવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં બે લાખથી પણ વધુ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

માટીની મૂર્તિના વેચાણમાંથી કુલ 31 લાખની આવક થઇ

અમદાવાદમાં આ વખતે ગણેશ મંડળોમાં પર્યાવરણની જાળવણી થાય તેવા ઇકો ફ્રેન્ડલી ગણેશનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ગુરુકુળ યુવક મંડળ દ્વારા આ વર્ષે 1200 કિલો વજનની માટીની પ્રતિમાંનું સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના ડબગરવાડમાં ડબગર યુવક મિત્ર મંડળ દ્વારા મોરપંખ થીમ પર શ8 ફૂટ ઊંચી 400 કિલો વજનની માટીની પ્રતિમાં બેસાડવામાં આવ્યા છે. આવા જ કસ્તુબાનગર ગણેશ ઉત્સવ મંડળ દ્વારા બંગાળના કારીગરો દ્વારા 11 ફૂટ ઊંચા પૂનાના દગડૂ શેઠ થીમ પર ગણેશજીની માટીની પ્રતિમા બનાવામાં આવી છે. જ્યારે દરિયાપુર શ્રી શિવશક્તિન મિત્ર મંડળ દ્વારા બેટી બચાવ થીમ પર માટીના ગણેશ બનાવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો