તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DyMCએ PIને કહ્યું, ‘રોડ પરથી આ વાહનો ખસેડી લો’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃગાંક પટેલ, અમદાવાદ:  અમદાવાદ કોર્પોરેશનમાં  નિયુક્તિ પામેલા હર્ષિત ગોસાવી પહેલી જ વખત સફાઈનો રાઉન્ડ લેવા જુદા જદા ઝોનમાં નીકળ્યા હતા. તેમણે રાયપુર દરવાજા પાસે ખાડિયા પોલીસ સ્ટેશનની બહાર જાહેર રોડ પર જૂના વાહનોનું દબાણ જોયું અને સીધા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા અને પોલીસ ઈન્સ્પેક્ટરને ‘રોડ પરથી આ વાહનો ખસેડી લો’ તેવી તાકીદ કરી હતી. ત્યારબાદ તેમણે હેલ્થ વિભાગને પણ લેખિતમાં આ અંગે પોલીસને પત્ર પાઠવી તાકીદ કરવા માટે આદેશ આપ્યો હોવાનું મ્યુનિ.સૂત્રોનું કહેવું છે.
 
રોડ પરથી આ વાહનો ખસેડી લો

શહેરના જુદા જુદા વોર્ડમાં સફાઈની કામગીરીની વ્યવસ્થાના અસરકારક મોનિટરિંગ માટે ડેપ્યુટી કમિશનર દ્વારા તાજેતરમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ઝોનના કેટલાક વોર્ડમાં તેમણે રાઉન્ડ લઈ જરૂરી ક્ષતિઓ શોધી હતી. હેલ્થ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગને જે જે ક્ષતિઓ શોધી તેને દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. પ્રેમ દરવાજા પાસે જ્યાં વાહનો મૂકી રાખવામાં આવે છે ત્યાં વરસાદી પાણી ભરાય છે અને સફાઈ થતી નથી. આવું ન થાય અને પાણીમાં મચ્છરો પેદા થાય નહીં તે માટે વાહનો ખસેડવાની તાકીદ કરી હતી.
 
કચરો બહાર ફેંકતા દિલ્હી દરવાજાના દુકાનદારોને દંડ ફટકારાયો
 
{    કાલપુર રોડ પર કપચી હટાવાઈ
{    પ્રેમ દરવાજા કચરાપેટી પાસે પડી રહેલી માટી ઉઠાવાઈ
{    પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા ડિવાઈડરની સફાઈ
{    દિલ્હી દરવાજા ખાતે દુકાન માલિકો કચરો બહાર ફેંકતા પેનલ્ટીનો આદેશ
{    શાહપુર અડ્ડામાં સફાઈની તાકીદ
{    શાહપુર પ્રાથમિક શાળા બહાર કચરો દેખાતા ઠપકો
{    નાગોરીવાડ સર્કલની સફાઈ
{    કાલુપુર બજારથી અમદુપુરા-નરોડા રોડ પર કચરાના ઢગ
{    મેઘાણીનગર રસ્તાઓ પર કપચીના થર
 
મચ્છરો પેદા થાય નહીં એટલે વાહનો ખસેડવા કહેવાયું
 
પ્રેમ દરવાજા પાસે વાહનો જ્યાં મૂકી રાખવામાં આવે ત્યાં સફાઈ બરાબર થતી નથી. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાના કારણે મચ્છરો પેદા થવાની ભીતિ છે. પરિણામે સ્થાનિક પીઆઈને વાહન ખસેડવા તાકીદ કરી હતી-  એચ.એસ.ગોસાવી, ડેપ્યુટી કમિશનર.
 
 
અન્ય સમાચારો પણ છે...