તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લો બોલો, ડ્રાઇવિંગ ટેસ્ટ લેતી કંપનીને વીડિયો તૈયાર કરવામાં ઘાસ નડે છે!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : સુભાષબ્રિજ આરટીઓમાં વાહન ચાલકોના માર્ગદર્શન માટે ટેસ્ટ ટ્રેકનો વિડીયો ગાંધીનગર ટ્રેકનો બતાવાય છે. જેના કારણે નાપાસ અરજદારોની સંખ્યા વધી ગઇ છે. મંત્રીની મુલાકાતમાં પણ આ બાબતની ગંભીર નોંધ લેવાઇ હોવાથી એઆરટીઓએ કંપનીને માર્ગદર્શન વિડીયો સુભાષબ્રિજ આરટીઓનો બતાવવા ઝડપી પ્રક્રિયા કરવા તાકીદ કરી હતી. પરંતુ કંપનીએ એઆરટીઓને કહ્યું કે ટ્રેકમાંથી ઘાસ દૂર કરી વિડીયો તૈયાર કરાશે. જેમાં થોડો સમય લાગશે.

ગાંધીનગરનો વીડિયો દૂર કરવામાં સુભાષબ્રિજ RTOના અખાડા

કંપનીનો જવાબ સાંભળી એઆરટીઓ વિચારમાં પડી ગયા કે વાહન ટેસ્ટનો વિડીયો તૈયાર કરવામાં ઘાસ કેવી રીતે નડે? આ પ્રશ્નનો જવાબ અધિકારીઓ આપી શક્યા નહીં. આ અંગે વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે અરજદારોને સુભાષબ્રિજ આરટીઓના ટેસ્ટ ટ્રેકનો વિડીયો માર્ગદર્શનમાં બતાવવો જોઇએ. આવી ભૂલ ધ્યાનમાં આવતાની સાથે આરટીઓએ પગલાં ભરવા જોઇએ. મંત્રીએ આ બાબતે તપાસ કરાવવાની ખાતરી આપી છે.

બીજીતરફ સિલ્વરટચ કંપનીના મૂળિયા રાજકોટ સુધી લાંબા હોવાથી આરટીઓથી લઇ ગાંધીનગરમાં બેઠેલા સરકારી બાબુઓ મૌન સેવે છે. મંત્રી સહિત તમામ અધિકારીઓ ટેસ્ટ ટ્રેકની કંપની નિયમનું ઉલ્લંઘન કરતી હોવાની વાતનો સ્વીકાર કરે છે, પરંતુ કંપની નોટીસ આપવાનો કોઇ આદેશ કરતું નથી. કંપનીના અધિકારીઓ પણ આરટીઓની સૂચનાને ધોળીને પી જાય છે. હજી સુધી પતરાં દૂર કર્યા નથી. કંપનીને ક્યા કારણોસર છુટી આપવામાં આવે છે અને તેની સામે કેમ પગલાં ભરાતા નથી તેની વ્યાપક ચર્ચા છે.

-ટ્રેકમાં સુધારા-વધારાની એકહથ્થુ સત્તા કંપનીને

અગાઉ ટેસ્ટ ટ્રેકના એડીટીંગના પાવર કંપની પાસે હતા, જે કમિશનરે પીઆઇ અને કંપનીને અાપ્યા. આરટીઓએ એડીટીંગની ચકાસણી બંધ કરી છે. સ્ટાફને અંધારામાં રાખી એડીટિંગ થાય છે. -ધીરૂ પટેલ, પ્રમુખ, કર્મચારીઓ એસોસીએશન

RTO અને ARTO વચ્ચે સંકલન જ નથી

આરટીઓ અને એઆરટીઓ વચ્ચે સંકલન નથી. જેથી ટેસ્ટ ટ્રેકની કંપની ફાયદો ઉઠાવે છે. બંને અધિકારીને અલગ જવાબ આપે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો