તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોપલની DPS સ્કૂલના વાલીઓની ફી વધારાની સામે સિગ્નેચર ઝુંબેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલમાં   શૈક્ષણિક ફી, ગણવેશ ફી, ટ્રાન્સ્પોર્ટેશન ફી મળીને  વાર્ષિક રૂ. 12,000 સુધીનો ફી વધારો કરાયો છે, જેની સામે સિગ્નેચર ઝુંબેશ આદરીને વાલીઓએ વિરોધ કર્યો છે. સ્કૂલમાં વાલીઓએ શનિવારે પ્રચંડ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

વાલીઓએ ફી વધારો પાછો ન ખેંચાય ત્યાં સુધીમાં આંદોલન જારી રાખવાનો નિર્ણય લીધો છે.  વાલીઓ સ્કૂલ પાસે પ્લે કાર્ડ સાથે દેખાવો જારી રાખ્યા છે, આ ઉપરાંત વાલીઓએ સિગ્નેચર કેમ્પેન જારી રાખીને આશરે 1300 જેટલા વાલીઓની સિગ્નેચર એકઠી કર્યાનો દાવો કર્યો છે. આંદોલન કરી રહેલા પરાગ ગાંધી નામના વાલીએ કહ્યું હતું કે, જ્યાં સુધી સ્કૂલ સત્તાવાળાઓ ફી વધારો પાછો ન ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન જારી રાખીશું. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.બીજી તરફ બુધવારે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ.’ પરાગ ગાંધીએ કહ્યું છે કે,‘સ્કૂલના વેબ પોર્ટલ પર કેટલાક વાલીઓને લક્ષ્યાંક બનાવી રહ્યા છે અને વાલીઓની યુનિટી તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ બોપલની ડીપીએસ સ્કૂલમાં ગત શનિવારે મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈને સ્કૂલે કરેલા ફી વધારાની સામે નારાજગી વ્યક્ત કરી હતી.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો