તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઈ રામલીલા પહેરવેશ સાથે હાથમાં તમંચો લઈ રમશે, કોઈએ મુકાવી 10 હજાર LED

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: નવરાત્રીની છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરતા શહેરીજનો આ વખતની નવરાત્રીમાં ડિફ્રન્ટ વેશભૂષા સાથે નજરે પડશે. શહેરના ડિઝાનર કમ ખેલૈયાઓએ આ નવરાત્રીમાં અલગ પહેરવેશ તૈયાર કર્યા છે. ચણીયાચોળીમાં ક્યાંક કમરથી પગ સુધી એલઈડી જોવા મળશે તો મોહેંજો દરોના સાફાઓ પર શિંગડાઓની ડિઝાઈન પણ હશે. નવરાત્રીમાં ફેમસ એવી રામલીલા થીમ પર હાથમાં દાંડીયાની જગ્યાએ બનાવટી તમંચો પણ જોવા મળશે.

25 કિલોનો ડ્રેસ, મોહેંજો દરોની પાઘડી

ગરબા રમવાના શોખીન અને ડિઝાઈનર હેનિશ પટેલ કહે છે કે, રામલીલાના પહેરવેશ મેં મારા માટે જાતે જ તૈયાર કર્યો છે. જેમાં આ વર્ષે હું દાંડીયાના સ્થાને હાથમાં તમંચો રાખીશ. આ સાથે રામલીલા ચોયણીમાં કાળી પછેડીનો ઉપયોગ કર્યો છે. આ પહેરવેશમાં મેં બાર કિલોનું કેળીયું, પાંચ કિલોની પાઘડી અને આઠ કિલોની પછેડી તૈયાર કરી છે. એટલે કુલ 25 કિલોનો આ પહેરવેશ થશે. જે મંે બનાવેલા પહેરવેશમાં સૌથી હાઈએસ્ટ છે. આ ઉપરાંત મે મોહેં જો દરોની પાઘડી તૈયાર કરી રહ્યો છું. જેમાં ચારે બાજુ શિંગડા, ગોળાકાર લટકતા ઢીંગલાઓ અને તેના પર કચ્છી વર્ક પણ તૈયાર કર્યું છે.

આગળ વાંચો ચણીયાચોળીમાં 5 મીટર લાંબી એલઈડી
અન્ય સમાચારો પણ છે...