તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદમાં એએમટીએસના પાસ માટેના સેન્ટર ખોલવાની માગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદના સાણંદના વિકાસ થવાની સાથે આ વિસ્તારની વસ્તીમાં પણ વધારો થયો છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં એએમટીએસ દ્વારા માધવનગરથી લાલ દરવાજા રૂટ નંબર 31/5 શરૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં સાણંદ ઘોડાગાડી સ્ટેન્ડથી નહેરુનગર સુધી 138 શટલ શરૂ કરવામાં આવી હતી. આ સુવિધાઓને મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. એએમટીએસ દ્વારા સાણંદમાં સિટીબસ ને લગતી સેવાઓમાં વધારો કરે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

બસની ફ્રીકવન્સીમાં પણ વધારો કરવા રજૂઆત

સાણંદ વિસ્તારમાં સ્ટુડન્ટ અને સિનિયર સિટીઝનની સંખ્યા વધારે છે. આ લોકોને બસના પાસ કાઢવા લાલ દરવાજા સુધી લાંબા થવું પડે છે. જો સાણંદમાં અમુક દિવસ બસના પાસ માટે સેન્ટર ખોલવામાં આવે તો વડીલોને સ્થાનિક જગ્યાએથી પાસ મળી રહે. સાણંદ તાલુકા કાઉન્સિલ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનથી સરખેજ વચ્ચે ચાલતા રૂટ નંબર 36ની અમુક ટ્રિપો ખાસ કરીને સવારે અને સાંજે સાણંદ સુધી લંબાવામાં તો સ્થાનિક લોકોને રેલવે સ્ટેશન જવા માટે સીધી બસ સુવિધા મળી રહે છે, સરખેજથી ચીનુભાઇ નગર રૂટ નંબર 150 ખૂબજ લાંબો અને ઉપયોગી બસ રૂટ છે. જે રૂટની સવાર અને સાંજની ટ્રિપો સાણંદ સુધી લંબાવામાં આવે તો સ્થાનિકો પૂર્વ અમદાવાદ સાથે સીધું જોડાણ મળી શકે છે.

એએમટીએસને જગ્યા માટે મદદની તૈયારી

હાલમાં વિદ્યાર્થી અને સિનિયર સિટીઝને પાસ કાઢવા લાલ દરવાજા જવું પડે છે. જો સપ્તાહમાં એક અથવા બે દિવસ સાણંદમાં પાસ કાઢી આપવાની વ્યવસ્થા એએમટીએસ દ્વારા કરવામાં આવે તો આશીર્વાદરૂપ પગલું ગણાશે. જો એએમટીએસને જગ્યાની જરૂર હોય તો સાણંદ વિકાસ કાઉન્સિલ તરફથી સહયોગ આપવામાં આવશે. -જયદીપસિંહ વાઘેલા, સ્થાનિક

રેલવે સ્ટેશન જવા કોઇ બસ નથી

સાણંદના નાગરિકોને કાલુપુર રેલવે સ્ટેશન સુધી જવા માટે સીધી કોઇ એએમટીએસની બસ નથી. જો રૂટ નંબર 31/5ને સાણંદ સુધી લંબાવામાં આવે તો કાલુપુર રેલવે સ્ટેશન સુધી પહોંચવા સીધી બસ મળી રહે છે. - શામજીભાઇ પટેલ, સ્થાનિક

અમુક રૂટ સાણંદ સુધી લંબાવાવમાં આવશે

સાણંદથી નહેરુનગર વચ્ચે ચાલતા રૂટ નંબર 138 શટલને નહેરુનગરથી લંબાવીને ગુજરાત યુનિવર્સિટી સુધી લંબાવામાં આવશે. તેવી જ રીતે મણિપુર વડ સુધી આવતા રૂટ નંબર 49ને ગોધાવી થઇ સાણંદ ઘોડાગાડી સ્ટેન્ડ સુધી લંબાવાનો પ્લાન કરાઈ રહ્યો છે. -જીતેન્દ્ર મહેતા, ડાયરેક્ટર ઓફ ટ્રાફિક એએમટીએસ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો