તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરહદને મામલે બંદૂકો તાણતા દેશો કુદરત સામે નતમસ્તક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  અનંતનાગ પાસે આતંકવાદી હુમલાને કારણે ભગવાન અમરનાથની યાત્રા લોહિયાળ બની છે, અને સાતથી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જાણવાની વાત એ છે કે, સરહદને મામલે એકબીજા સામે બંદૂકો તાણતા ભારત-પાકિસ્તાન સહિતનાં દેશો કુદરતી આફતોથી સતર્ક રહેવા માટે હવામાનનાં આંકડાઓની નિયમિત એકબીજા સાથે આપ-લે કરે છે. માનવ સર્જિત આફત સામે ભલે આ દેશો આંખ આડા કાન કરતાં હોય પણ કુદરતી આફતો સામે નતમસ્તક રહે છે.
 
અમદાવાદ સહિત દેશનાં વિવિધ મુખ્ય હવામાન સ્ટેશન દ્વારા દરરોજ સવારે 5.30 કલાકથી લઇને રાત્રે 2.30 વાગ્યા સુધી દર ત્રણ કલાકે સેટેલાઇટ દ્વારા સરફેસ ઓબ્ઝર્વેશન કરાય છે. તેવી જ રીતે ભારતની સરહદ સાથે જોડાયેલાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત અમેરિકા, ઇરાન અને ઇરાક સહિતનાં દેશોનાં હવામાન વિભાગ દ્વારા દર ત્રણ કલાકે હવામાનનું મોનિટરિંગ કરાય છે.

આનંદની વાત એ છે કે, સરહદને મામલે યુદ્ધની સ્થિતિ પેદા થઇ હોવા છતાં તમામ દેશનાં હવામાન ખાતા દ્વારા કરાતા મોનિટરિંગનાં આંકડાની એકબીજા સાથે નિયમિત આપ-લે કરે છે, અને આ આંકડાઓને આધારે હવામાનમાં થતાં ફેરફાર સહિત  લોપ્રેશર અને ડિપ્રેશનની માહિતી મેળવીને કુદરતી આફત સામે હંમેશાં સતર્ક રહે છે. કુદરતી આફતથી બચવા હવામાનનાં આંકડાઓ ટ્રાન્સફર કરતાં દેશો આતંકવાદને નાથવા માટે એક જૂથ થાય તો આતંકવાદીનાં ખૂની ખેલને મહદઅંશે રોકી શકાય.

દર 3 કલાકે થતાં સરફેસ આબ્ઝર્વેશનથી હવામાનમાં થતાં ફેરફાર જાણી શકાય છે
દર ત્રણ કલાકે થતાં સરફેસ ઓબ્ઝેર્વેશનથી હવામાનમાં આવતાં ફેરફારને જાણી શકાય છે., તેમજ પોતાનાં દેશની સરહદ નજીક ડેવલપ થતાં લો પ્રેશર અને ડિપ્રેશનથી ભારે વરસાદ, વાવાઝોડું, તોફાન કે સુનામીની અગાઉથી માહિતી મેળવી તે કયાં વિસ્તારમાં અસર કરશે તે જાણીને કુદરતી આફત સામે રક્ષણ મેળવી શકાય છે.

દર ત્રણ કલાકે ઓબ્ઝર્વેશન
દરેક દેશનો હવામાન વિભાગ દર ત્રણ કલાકે સરફેસ ઓબ્ઝર્વેશન કરે છે.  સવારે 5.30, સવારે 8.30, બપોરે 11.30, બપોર-2.30, સાંજે 5.30 અને 8.30 રાત્રે 11.30 અને રાત્રે 2.30 કલાકે.

દિલ્હીથી આંકડા તમામ દેશને મોકલાય છે
અમદાવાદ સહિત દેશનાં વિવિધ મુખ્ય હવામાન સ્ટેશન દ્વારા દરરોજ સવારે 5.30 કલાકથી લઇને રાત્રે 2.30  સુધી દર 3 કલાકે સેટેલાઇટ દ્વારા સરફેસ ઓબ્ઝર્વેશન કરે છે. તેમજ ઓબ્ઝર્વેશનની 10 મિનિટમાં આ આંકડાઓ નેટ દ્વારા દિલ્હીનાં હવામાન વિભાગમાં ટ્રાન્સફર કરાય છે. ત્યારબાદ આ આંકડા દેશનાં તમામ હવામાન સ્ટેશનોને રી-ટ્રાન્સફર કરે છે. સાથો સાથ પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અમેરિકા, રશિયા, ઇન્ડોનેશિયા, ઇરાન સહિતનાં દેશનાં હવામાન વિભાગને મોકલાય છે. > ડો. મનોરમા મોહંતી, મેટીરિયોલોજિસ્ટ, હવામાન ખાતું
અન્ય સમાચારો પણ છે...