• Gujarati News
  • National
  • Convocation Of Gujarat University : Uni Create GUSEI For Business Guidance To Student

પદવીદાન સમારંભ : ગુજરાત યુનિવર્સિટી ઉદ્યોગ સાહસિકોને ભણાવશે: કુલપતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સેનેટ હોલમાં પદવીદાન સમારંભ યોજાયો
-વિવિધ નવ વિદ્યાશાખાના અધ્યક્ષ-પ્રતિનિધિઓ હાજર

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વ્યાવસાયિક ક્ષેત્રે આગળ આવે, યોગ્ય -પ્રાથમિક માર્ગદર્શન મળી રહે તે માટેની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ સ્ટાર્ટ અપ્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ કાઉન્સિલ(જીયુએસઈસી)ની રચના કરી છે. આ માટે ઉદ્યોગસાહસિકો સાથે તાજેતરમાં એક બેઠકનું પણ આયોજન કરાયું છે. આ સ્પેશિયલ સેન્ટરના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવશે.

આ માટે જરૂર જણાશે તો રાજય સરકારનો સહયોગ લેવામાં આવશે. તેમ ગુજરાત યુનિવર્સિટીના ખાસ પદવીદાન સમાહોરમાં ઉપસ્થિત રહેલા કુલપતિ ડો.એમ.એન.પટેલે જણાવ્યું છે. કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે,‘ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાની સેન્ટ્રલાઇઝ ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી દાખલ કરાઈ છે. લાઈબ્રેરીનું ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે લાઈબ્રેરીના 3000 જેટલા થિસીસનું ઓગસ્ટ મહિનાના અંતમાં ડિજિટલાઈઝેશન કરાશે.જેના કારણે હાલમાં દેશભરમાં ગુજરાત યુનિવર્સિટીનો નવમો ક્રમાંક છે તે બીજા ક્રમાંક પર આવી જશે.’

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે બુધવારે આયોજિત આ ખાસ પદવીદાન સમારોહમાં સાયન્સ-કોમર્સ-આર્ટસ સહિતની વિવિધ નવ વિદ્યાશાખાના અધ્યક્ષ- પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 6769 વિદ્યાર્થીઓને પદવી અને ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યા-હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર, વિવિધ સ્નાતક-અનુસ્નાતક કોલેજોના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
એનાયત કરાયેલી પદવીઓની સંખ્યા
વિદ્યાશાખા સંખ્યા
આર્ટસ 2014
સાયન્સ 498
ઈજનેરી 129
લૉ 313
મેડિકલ 1632
કોમર્સ 1850
ડેન્ટલ 129
ફાર્મસી 09
બીએડ્ 195
અન્ય સમાચારો પણ છે...