તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ 4ના પાઠ્યપુસ્તકમાં રોજાને સંક્રામક રોગ ગણાવાતા વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધો. 4 હિન્દી માધ્યમમાં પ્રથમ ભાષાના પુસ્તકમાં મુસ્લિમો દ્વારા રખાતા રોજાને ઝાડા ઉલ્ટીની બીમારી તરીકે દર્શાવામાં આવ્યા છે. જેના કારણે મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે આ વાત ધ્યાનમાં આવતા હાલ મુસ્લિમ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબત કેટલાક શિક્ષકોને ધ્યાનમાં આવતા તેમણે બાબત યોગ્ય નહીં હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડીઓ કચેરી કે શિક્ષણ વિભાગ સમક્ષ કોઇ રજૂઆત થઇ નથી. આ ઉપરાંત મુસ્લિમ સમાજના ઘણા આગેવાનોને પણ આ અંગે જાણ નહીં હોવાથી હાલ વિવાદ માત્ર વર્ગ ખંડ પૂરતો કે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગમાં તેમજ સરકારમાં રજૂઆત થશે તો વિવાદ વધુ વકરવાની શકયતા છે.
અન્ય સમાચારો પણ છે...