તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: વીડિયો ગેમમાં ગાંધીજીને હિંસક અને ક્રૂર દર્શાવાયા, થયો વિવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અહિંસક લડત આપીને ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વમાં શાંતિદૂત તરીકે પ્રસિદ્ધ અને પૂજનીય થયા છે, પરંતુ ‘સિવિલાઇઝેશન ફાઇવ’ નામની વીડિયો ગેમ્સમાં અહિંસાના પૂજારી ગાંધીજીને ક્રૂર અને હિંસક અને પરમાણુ હથિયારોથી સજ્જ બતાવાયા છે. આ ગેમનું નામ પણ ‘ગાંધી ફર્સ્ટ બ્લડ’ અપાયું છે. આ વીડિયો ગેમથી ગાંધીપ્રેમીઓ અને ગાંધિયનોમાં ભારે વિવાદ અને આક્રોશ જોવા મળ્યો છે.
‘સિવિલાઇઝેશન ફાઇવ’ વીડિયો ગેમમાં હાલિવૂડ એક્શન સ્ટાર આર્નોલ્ડ સ્ક્વોઝનિગર જેવા પાત્રના ચહેરા પર ગાંધીજીનો ચહેરો મોર્ફ કરીને વિકૃત રીતે રજૂ કરાયા છે. હથિયારના ઉપયોગ વિના જ અંગ્રેજોને ભારતભૂમિ પરથી ખદેડી દેનારા મહાત્મા આ વીડિયો ગેમમાં પરમાણુ યુદ્ધ કરવા તત્પર દર્શાવાયા છે. એટલું જ નહીં, ઘૃણાસ્પદ રીતે ગાંધીજીના જોક્સ અને મેમે પણ દર્શાવાયાં છે.
સિવિલાઇઝેશન ફાઇવ ગેમ શું છે

આ એક ટર્ન-બેઝ્ડ સ્ટ્રેટેજી ગેમ છે, જેમાં પાષાણ યુગથી અંતરિક્ષ યુગ સુધીના સમયગાળામાં ગેમનું મુખ્ય પાત્ર સિવિલાઇઝેશન માટે માર્ગદર્શન આપે છે. આ માટેના નકશામાં વૈશ્વિક ઇતિહાસની પ્રસિદ્ધ હસ્તીઓ દર્શાવાઈ છે.
અન્ય સમાચારો પણ છે...