કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : ઉમેદવારી રાહુલની, ઉત્સવ ભાજપમાં!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ કૉંગ્રેસ માટે સોમવારનો દિવસ મહત્ત્વનો રહ્યો. એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બીજી તરફ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ ગાંધી જીત. આમાં કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ ગાંધીની ઉમેદવારીથી ભાજપ છાવણીમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું.

 

બીજી તરફ રાહુલની તરફેણમાં જેટલું ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે તો સામે પક્ષે કૉંગ્રેસ અધ્યક્ષની રેસમાં એકલા રાહુલ ગાંધી જ હોય, તેવી રમૂજી મીમ, કૉમેન્ટ અને સ્પૂફ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.ટ્વિટર પર #ઇન્ડિયાવિથરાહુલગાંધી ટ્રેન્ડ થઈ રહ્યો છે. જોકે મોટા ભાગના લોકો રાહુલની ઉમેદવારી મુદ્દે રમૂજ કરી રહ્યા છે. ભાજપમાં પણ આ મુદ્દે હળવી મજાકનો દોર ચાલી રહ્યો છે.

 

રાહુલની તરફેણમાં ટ્રેન્ડિંગ થયું તેનાથી વધુ રમૂજ કરતા ટ્રોલનું પ્રમાણ વધુ

 

-કૉંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલને સુધારવાનો કૉંગ્રેસનો નિર્ણય ફક્ત એક જ ખાસ પ્રસંગ હશે, જેમાં ભાજપના સમર્થકો તેમના કૉંગ્રેસના પ્રતિનિધિ કરતાં વધુ ઉત્સાહ સાથે ઉજવણી કરશે. 

 

-એક ટ્વિટર યુઝરનું કહેવું હતું કે, “નાની મોટી ચૂંટણી તો ભાજપ જીતતી રહેશે, વાત તો ત્યારે થાય, જ્યારે ભાજપ કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી જીતીને બતાવે.”

 

 

સોશિયલ મિડિયામાં ફરતા થયેલા રમુજી કોમેન્ટ અને ફોટો જોવા આગળ ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...