તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ જિલ્લા પંચાયતની પત્રિકામાંથી કોંગ્રેસનાં સભ્યોનાં નામ ગાયબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસની સત્તા છે. હવે વિધાનસભા પૂર્વે આગામી બે મહિનામાં ગ્રામ પંચાયતની આવી રહેલી વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસનું મહત્વ ઘટાડવા સરકારના આદેશથી અમદાવાદ જિલ્લા પંચાયતના કેટલાક કાર્યક્રમોમાં પદાધિકારીઓના નામ ઇરાદાપૂર્વક નામ રાખવામાં આવતા નહીં હોવાનો સત્તાપક્ષના સભ્યોએ રોષ ઠાલવ્યો છે. શુક્રવારે પણ સ્વચ્છતા કાર્યક્રમની પત્રિકામાં પદાધિકારીના નામ નહીં હોવાનું ઉદાહરણ આપી જનતાથી કોંગ્રેસને દૂર રાખવાની ભાજપની ચાલ કોંગ્રેસે ખુલ્લી પાડી છે.

પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનું મહત્વ ઘટાડવા સરકારનો કારસો

અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ પુષ્પા ડાભી અને અમરસિંહ સોંલકીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોંગ્રેસ અનેક વિઘ્ન વચ્ચે વિકાસના કામોને મહત્વ આપી રહી છે. લોક ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરે છે. આ ઉપરાંત ગામે ગામ પડતી છેલ્લા દસવર્ષથી પડતી સમસ્યાઓનો નિકાલ કરે છે. કોંગ્રેસની લોક પ્રશ્નોને દૂર કરવાની કામગીરી ભાજપને આંખમાં ખુચી રહી છે. જેને અટાકવવા માટે રાજ્ય સરકારના ઇશારે કામ કરનાર જિલ્લા ડીડીઓ સહિતના અધિકારીઓ વિવિધ સરકારી કાર્યક્રમોથી સત્તાપક્ષ કોંગ્રેસના હોદ્દેદારોને દૂર રાખી નિમ્નકક્ષાની ચાલ રમે છે. ઉપપ્રમુખ અમરસિંહ સોંલકીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનના ટાગોર હોલ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખનું નામ નહીં રાખી પ્રોટોકોલનો વિરોધ કરાયો છે. કાર્યક્રમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો હતો.

કોંગ્રેસના વિકાસના કામો આડે રોડાં નખાતા હોવાનો આક્ષેપ

કાર્યક્રમની પત્રિકામાં રાજ્યના મંત્રીઓના નામ હતાં. એટલે કે ભાજપના નેતાઓના નામ છે. પરંતુ જિલ્લા પંચાયત સત્તાપક્ષ પ્રમુખ પુષ્પા ડાભીનું નામ નથી. આ ઘટના અનેકવાર બની છે. સરકારના ઇશારે કામ કરી રહેલા જિલ્લા ડીડીઓ પણ ચુપકિદી સેવી રહ્યા છે. જિલ્લા ડીડીઓ માત્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે કામ કરે છે. લોકોને મળતા નથી. સાંભળતા નથી. અરજદારોને કલાકો બેસાડી રાખે છે અને દિવસ દરમિયાન સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત રહી વિકાસની બાંગ પુકારતા હોવાની સત્તાપક્ષ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી.

10 વર્ષ પછી ભાજપને લોક પ્રશ્નો યાદ આવ્યા

ભાજપને કોઇ પણ ભોગે ચૂંટણીઓ જીતવી છે. જેથી ચૂંટણીઓ પૂર્વે વિકાસના મુદ્દાને બાજુમાં રાખી હવે દસ વર્ષ પછી જિલ્લામાં લોક ફરિયાદોને મહત્વ આપવાનું ભાન થયું હોય તેમ લાગે છે. આજ કારણસર હવે ચોક્કસ દિવસે લોકોના પ્રશ્નોને સાંભળવા માટે જિલ્લાના કલેકટર અને ડીડીઓને હાજર રહેવા પરિપત્ર કર્યો છે. આ આક્ષેપ જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેને કર્યો હતો. આ માત્ર ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે. 2017 વિધાનસભાની ચૂંટણી પછી લોકો અને તેઓના પ્રશ્નો પણ ભુલાઇ જશે.

ભાજપ-કોંગ્રેસની લડાઇ પ્રજાને હાડમારી

જિલ્લાના કેટલાય ગામમાં હાલ રોગચાળાએ માથુ ઉચક્યું છે. નિયમિત સફાઇ થતી નથી. ખાળકુવાને દૂર કરવામાં આવતા નથી. ખેતરોમાં પૂરતુ પાણી મળતુ નથી અને સત્તા માટે ભાજપ-કોંગ્રેસ લડી રહ્યા છે. જ્યારે બંનેની લડાઇમાં પ્રજા હાડામારી ભોગવી છે.
અન્ય સમાચારો પણ છે...