તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવું ભરવા એફિડેવિટ કરી અટક બદલી, 3.50 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : તમે કોઈ દિવસ બેંકમાંથી લોન કે ક્રેડિટ કાર્ડ લીધા ન હોય અને અચાનક એક દિવસ બે બેંકના ઓફિસર તમને શોધતા આવી તમને કહે કે ‘ લોન લઈને ભરતા કેમ નથી, લોન ભરો નહિ તો કાયદેસરની કાર્યવાહી કરીશું’ તો તમે ચોક્કસ ગભરાઈ જશો. આવો જ એક કિસ્સો અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. વાત એમ છે કે, શાપુરજી પાલોનજી કંપનીમાં છેલ્લા 11 વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નિલેશ લલિતભાઈ ચૌધરી વડનગર ખાતેથી અઠવાડિયા પહેલા જ અમદાવાદ ખાતેની ઓફિસમાં ટ્રાન્સફર લઈ આવ્યા હતા.

સપ્તાહ પહેલાં જ અમદાવાદ આવેલા મેડિકલ ઓફિસરના નામે બેંકમાંથી લોન લીધી

હજુ 7 દિવસ થયા ને અચાનક શાપુરજી પાલોનજી કંપની પર કોટક મહિન્દ્રા બેંકના ઓફિસરનો ફોન આવ્યો જેમાં ‘તમારા નામે કોટક મહિન્દ્રામાં 3.50 લાખની પર્સનલ લોન મંજૂર થઈ છે. તેના હપતા કેમ ભરતા નથી, ઉપરાંત તમે રૂ.30 હજારની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ મેળવી રૂ.25 હજાર વાપરી કાઢ્યા એ ક્યારે ભરો છો’. અવાક્ થઈ ગયેલા મેડિકલ ઓફિસરને કાંઈ સમજમાં જ ન આ‌વ્યું. બેંકના ડોક્યુમેન્ટ જોતા એક અજાણી વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરી ફેક ડોક્યુમેન્ટના આધારે બેંકમાંથી લોન અને ક્રેડિટકાર્ડ મેળવ્યા હતા. વધુ તપાસ કરતા એચડીએફસી બેંકમાં પણ તેમના ફેક ડોક્યુમેન્ટના આધારે રૂ.5 લાખની લોન માટે પ્રોસેસ ચાલી રહી હતી.

બેંકે છટકું ગોઠવતાં અંતે ગઠિયો ઝડપાયો

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નિલેશે જણાવ્યું, અમદાવાદ આવ્યા પછી કોટક મહિન્દ્રા અને એચડીએફસી બેંકમાં પહોંચી મારા નામનો ઉપયોગ કરી લોન અને ક્રેડિટ કાર્ડ લેનારા વ્યક્તિ કોણ છે તેની શોધખોળમાં લાગી પડ્યો. નસીબ સારા હતા કે એચડીએફસી બેંકમાં હજુ મારા ડોક્યુમેન્ટના આધારે રૂ.5 લાખની લોન માંગી હતી તેની પ્રોસેસમાં ચાલુ હતી. બેંક પાસેના ડોક્યુમેન્ટમાંથી અજાણી વ્યક્તિનો ફોટો મળ્યો. બેંકના કર્મચારીઓએ ગઠિયાને પકડવા છટકું ગોઠવી 20 જુલાઈએ બેંકના કર્મચારીઓએ આ ગઠિયાને ફોન કરી તમારી રૂ.5 લાખની લોન મંજૂર થઈ છે પરંતુ કેટલાક કાગળ પર સહી બાકી છે તે કરી જાઓ તેમ કહ્યું. જોકે ગઠિયાએ બેંકના કર્મચારીઓને પાલડી બોલાવ્યા હતા. અંતે પાલડી જઈ તેને ઝડપી લીધો હતો.

લોન માટે નિલેશ વાસનમાંથી નિલેશ ચૌધરી બન્યો

‘મારે દેવું થઈ ગયું હતું, એટલે તમારા નામનો ઉપયોગ કર્યો, માફ કરજો...’ ગઠિયાએ તરત હાથ જોડી આજીજી કરી. ગઠિયાનું મૂળ નામ નિલેશે ભીમજીભાઈ વાસન છે. નિલેશે કબૂલ્યું કે મારે દેવું થઈ ગયું હતું. ઈન્ટરનેટમાં સર્ચ કરતી વખતે નિલેશનો બાયોડેટા મળ્યો હતો. જેમાં પાન કાર્ડ નંબર અને પાસપોર્ટ સહિતની વિગતો ઉપરથી મેં પહેલા નિલેશ વાસનમાંથી નિલેશ ચૌધરી નામનું એફિડેવિટ કરાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જેના આધારે કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ.3.50 લાખની પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લીધું હતું. જ્યારે એચડીએફસી બેંકમાંથી રૂ.5 લાખની પર્સનલ લોન મેળવવાની કોશિશ કરી હતી.

બેંક કર્મચારીના નિવેદન લેવાશે

ફરિયાદના આધારે તપાસ ચાલે છે. આરોપીની ધરપકડ થઈ છે. બેંકના ડોક્યુમેન્ટની તપાસ ચાલે છે. ઉપરાંત બેંક અધિકારીઓના નિવેદનો લેવાની કાર્યવાહી પણ ચાલુ છે. -એ.ડી.ભટ્ટ, પીએસઆઈ, સેટેલાઈટ પોલીસ મથક
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો