તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: મોદી ફેસ્ટમાં કેન્દ્રીય મંત્રી જ મોડા આવ્યા, શિક્ષકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:   કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં યોજાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોદી ફેસ્ટ  કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી લગભગ એક કલાક મોડા આવ્યા હતા. જેના કારણે અમદાવાદ જિલ્લાના શિક્ષકોને યોગ તાલીમ કાર્યક્રમમાંથી સીધા કાર્યક્રમ સ્થળે લવાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
 
આગામી 21મી જૂને આયોજિત વિશ્વ યોગ દિવસ નિમિત્તે દરેક સ્કૂલોમાંથી બે શિક્ષકોને બોલાવીને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં શહેરના શિક્ષકોને કાંકરીયા કાર્યક્રમ સ્થળે લઈ જવાયા હતા, પરંતુ કેન્દ્રીય મંત્રી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે સવારે 9.30ના બદલે  લગભગ એકથી દોઢ કલાક વિલંબથી આવતા શિક્ષકોને સવારે ચ્હા-પાણી કરાવ્યા વિના  કાર્યક્રમ સ્થળે લવાયા હતા.  જેના કારણે શિક્ષકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ફરીયાદ કરી હતી. તેમણે સબંધિત સત્તાવાળાઓને રજૂઆત કરી હોવા છતાં  કોઈ ફરક ન પડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...