તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ'વાદ: મ્યુનિ. સ્કૂલોમાં શિક્ષકો ઉપર પણ કેમેરા વડે મોનિટરિંગ, ટેન્ડર ઈશ્યૂ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડ અંતર્ગત શાળાઓમાં વીડિયો સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત કરવા ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે. 286 બિલ્ડિંગોમાં કાર્યરત 450 જેટલી શાળાઓમાંથી 56 જેટલી શાળામાં પ્રાયોગિક ધોરણે સીસીટીવી લગાવવામાં આવશે. સરકારી શાળાઓમાં સીસીટીવી લગાવવા પાછળનો મુખ્ય આશય સેફ્ટી તો છે જ. પણ સાથેસાથે આ શાળાઓમાં પરિણામલક્ષી શિક્ષણકાર્ય અંગે વખતોવખત સવાલો થયા છે ત્યારે શિક્ષકો બાળકોને ભણાવે છે કે કેમ તેનુ મોનિટરિંગ અને ચેકિંગ સીસીટીવીથી કરી શકાય તે પણ છે. આના કારણે સ્કૂલબોર્ડે પસંદ કરેલી 56 શાળામાં સીસીટીવી લગાવવા કોર્પોરેશનને ભલામણ કરતા ટેન્ડર જાહેર કરાયા છે. 
 
આગામી દિવસોમાં  તેના ઈન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્કૂલબોર્ડ અંતર્ગતની શાળાઓમાં હવેથી સ્માર્ટ લર્નિંગ, કમ્પ્યૂટર લેબ ઉપરાંત સાયન્સ લેબ સહિતની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ અન્વયે જરૂરી પ્રોજેક્ટસ બાળકો પાસે કરાવવામાં આવે છે. ઘણા ખરા કિસ્સામાં આ પ્રોજેક્ટ જે પ્રમાણે થવા જોઈએ તે પ્રમાણે કરાવાતા નથી અને તે માટેના ઉપકરણો પણ વસાવવામાં આવ્યા છે. જેની સલામતી માટે તકેદારી રાખવી આવશ્યકતા હોવાના કારણે સ્કૂલબોર્ડ દ્વારા કમિશનરને શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પત્ર લખ્યો હતો. 
 
જેને પગલે કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગે આ અંતર્ગત ટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં વિવિધ કંપનીઓને આમંત્રિત કરવામાં આવી છે. અને કોઈ એક કંપનીનું ટેન્ડર ફાઈનલાઈઝ કર્યા બાદ જે 56 શાળાની યાદી સ્કૂલબોર્ડે રજૂ કરી છે તેમાં વીડિયો સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવશે. તમામ પ્રકારના ટેક્નિકલ સ્પેશિફિકેશન સાથેની સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હાલ તો ગ્રાન્ટમાંથી આ કેમેરા નાખવાની યોજના ઘડી કાઢી છે. પણ પછીથી આ કેમેરા કાયમી કાર્યરત રહે છે કે મેઈન્ટેનન્સના કારણે બંધ હાલતમાં પડી રહે છે તે જોવાનું રહે છે. આ કેમેરા મ્યુનિ.ના કંટ્રોલરૂમ સાથે પણ લિંકઅપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 
સેફ્ટી ઉપરાંત શિક્ષણકાર્યની પણ ચકાસણી

સ્કૂલબોર્ડના શાસનાધિકારી લગધીરભાઈ દેસાઈએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, હાલમાં કોઈ પણ શાળામાં સીસીટીવી કેમેરા નથી. જેને પગલે હવે શાળાઓમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય કર્યો છે. સેફ્ટીનો હેતુ તો તેમાં ઉકેલાય છે પણ સાથેસાથે શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને કરાવવામાં આવતું શિક્ષણકાર્ય પણ બેકઅપથી ચકાસી શકાશે. ’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો