તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: BRTSના જનરલ મેનેજરે પણ ફિલ્ડ ડ્યૂટીમાં જવું પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : નવ નિયુક્ત કમિશનર મુકેશકુમારે તમામ ડેપ્યુટી કમિશનરના ખાતામાં ફેરફાર કર્યા તેમાં બીઆરટીએસનો હવાલો સંભાળતા ડે.કમિશનર પણ બદલાયા. તત્કાલીન ડે.કમિશનર કે.એલ.બચાણીના સ્થાને સી.આર.ખરસાણને મૂકવામાં આવ્યા. છેલ્લા ઘણા સમયથી બીઆરટીએસનુ તંત્ર ખાડે ગયું હોવાથી તેમણે આવતાની સાથે જ એક ઓફિસ ઓર્ડર કર્યો. જેમાં બીઆરટીએસના જનરલ મેનેજરથી માંડી તમામ આસિ.મેનેજરોએ ફરજિયાત પણે ફિલ્ડ ડ્યૂટી કરવાનો આદેશ કર્યો છે.

બીઆરટીએસની આવકમાં વધારો અને કોરિડોરની સલામતી માટે નવા ડે.કમિશનરનો અધિકારીઓને આદેશ

બીઆરટીએસની આવક વધારવા અને કોરિડોરની સલામતી માટે આ આદેશ કરાયો છે. જેમાં જનરલ મેનેજરે પણ તેઓ ઈચ્છે ત્યાં નહીં પણ તેમને સૂચવેલા રૂટ પર જ સવાર અને સાંજ બન્ને ટાઈમ ફિલ્ડ ડ્યૂટી કરી દૈનિક ધોરણે મુસાફરોના ફીડબેક લેવાના રહેશે. છેલ્લા ઘણા સમયથી બીઆરટીએસના અધિકારીઓએ ફિલ્ડ ડ્યૂટી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

જનમાર્ગ લિ.અર્થાત બીઆરટીએસનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણે કરેલા ઓર્ડરમાં કહેવાયું છે કે, શહેરીજનોનેે બીઆરટીએસ સેેવામાં ચોક્કસ સગવડતા મળી રહે તે માટે ફરજિયાત દરેક અધિકારીએ ફિલ્ડ ડ્યૂટી કરવાની રહેશે. આ અધિકારીઓ દરોરજ સવારે 8 થી 11 અને સાંજે પાંચ થી 8.30 વાગ્યા સુધી તેઓને દર્શાવેલા રૂટ ખાતેે ફિલ્ડમાં જવાનું રહેશે. સિક્યુરિટી ચેકિંગ અને ટિકિટ ચેકિંગ ઉપરાંત બસોની સફાઈનું ચેકિંગ પણ ફરજિયાત કરાવાયું છે.

મુસાફરોને પડતી સમસ્યા જાણવી

અધિકારીઓને એવી પણ તાકીદ કરવામાં આવી છે કે, ફિલ્ડ ડ્યૂટીમાં તમામ સ્ટેશનોની મુલાકાત કરવાની અને અહીં આવતા પેસેન્જરોને સમયસર બસ મળી રહે તથા અગવડતા ન પડે તે બાબતની પણ કાળજી લેવામાં આવે અને તેના આધારે ફેરફાર જરૂરી હોય તો કરવાના રહેશે.

કયા અધિકારીને કયા રૂટ પર ફિલ્ડ ડ્યૂટી સોંપાઈ
અધિકારીનું નામહોદ્દોસોંપાયેલ રૂટ
દીપક ત્રિવેદીજનરલ મેનેજર1.નારોલથી નરોડા
                            2.નરોડાથી કાલુપુર
મહેન્દ્ર સુખડિયાડે.જનરલ મેનેજર1.એન.આર.પટેલથી પ્રેમ દરવાજા
   2.સોલા, 3.મણિનગર લુપ
મુકેશ પટેલડે.જનરલ મેનેજરઝુંડાલથી મણિનગર, પાંજરાપોળથી
  LD કોલેજ, શિવરંજનીથી બોપલ
પ્રયાગ લાંગળિયાઆસિ.મેનેજરચંડોળા વર્કશોપ
પલ્લવ શાહઆસિ.મેનેજરચાંદખેડા વર્કશોપ
કૃપેશ પટેલઆસિ.મેનેજરસિક્યુરિટી ચેકિંગ-હાઉસ કીપિંગ
દિનેશ અસારીઆસિ.મેનેજરઓઢવથી સરસપુર, RTOથી મણિનગર
દિશા ત્રિવેદીઆસિ.મેનેજરમહિલા સ્પેશિયલ બસોના રૂટ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો