તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેટ હોસ્પિટલ અને ઊંચી ફી લેતી સ્કૂલોમાં મચ્છરના બ્રીડિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બારમાસી જોવા મળે છે. વરસાદની સિઝનમાં આ રોગના કેેસ ચિંતાજનક રીતે બેકાબૂ બને છે. વરસાદ પડે અને વિરામ પાળે તે દરમિયાનમાં નીકળતા ઉઘાડને પગલે 
મચ્છરોનું પ્રમાણ ખૂબ વધે છે જેને પગલે મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટો અને સ્કૂલોમાં મચ્છરોના બ્રીડિંગની ચકાસણી હાથ ધરી હતી. જેમાં શહેરની નામાંકિત ઉદગમ, કામેશ્વર સહિતની સ્કૂલોમાં બ્રીડિંગ મળ્યા હતા. ઉપરાંત કેટલીક કન્સ્ટ્રક્શન સાઈટ ખાતેથી પણ બ્રીડિંગ મળતા તમામ પાસેથી જુદી જુદી પેનલ્ટી સ્વરૂપે કુલ રૂ. 62,700 હજાર જેટલો દંડ ફટકારી 17ને નોટિસ ઈશ્યૂ કરી હતી. કુલ 129 યુનિટ ચેક કર્યા હતા જેમાંથી માંગોલિયા કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરી દેવામાં આવી હતી.
 
કોને કેટલી પેનલ્ટી કરાઈ ?
 
                                                  
ઉદગમ સ્કૂલ ( જોધપુર)- 10,000/-
કામેશ્વર સ્કૂલ (જોધપુર)  15,000/-
ઝાયડસ હોસ્પિટલ - 10,000/-
માંગોલિયા કન્સ્ટ્રક્શન સાઈટસીલ
અમદાવાદ ટેકનો.ઈન્સ્ટિયૂટ(ગોતા) - 2,000/-
વિક્ટરી સનરાઈસ (ગોતા) -  5,000/-
આર3 મોલ (બોડકદેવ) -  2,500/-
એમ સ્ક્વેર કન્સ્ટ્રક્શન, નવરંગપુરા-
ડ્રીમ સ્ક્વેર,  નવા વાડજ-
મ્યુનિ.શાળા નંબર 1, વાસણા- 5,000/-
 
ત્રણ વર્ષમાં રોગચાળાની સ્થિતિ
 
વર્ષ      સાદો            ઝેરી         ડેન્ગુ     ચિકન
           મેલેરિયા    મેલેરિયા                ગુનિયા
2015    6857          1481         2165      14
2016    10094        1950         2852      447
2017    3464            107           154      147
 
 
અન્ય સમાચારો પણ છે...