અ'વાદ: આજથી બોર્ડની પરીક્ષા શરૂ, 1507 પરીક્ષા કેન્દ્રો પર CCTV-ટેબ્લેટથી નજર રખાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: બુધવારથી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. રાજ્યના 33 જિલ્લામાં 1507 પરીક્ષા કેન્દ્રો અને 60,229 બ્લોક  ઉપર 100 ટકા સીસીટીવી કેમેરા, ટેબ્લેટસના નિરીક્ષણમાં પરીક્ષા લેવાશે. ગેરરીતિ ન થાય, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થાય તે માટેની સઘન વ્યવસ્થા ગોઠવાઈ છે. જ્યારે અમદાવાદના મેયર ગૌતમ શાહે વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
 
 
મંગળવારે વિદ્યાર્થીઓ  પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા જોવા ગયા હતા. કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા અટકાવાતા વિદ્યાર્થીઓ-વાલીઓ રોષે ભરાયા હતા. જોકે, પરીક્ષા કેન્દ્રોના સંચાલકોએ બોર્ડની પરીક્ષાનો નિયમ હોવાથી આમ કરાયું હોવાનું જણાવ્યું હતું.
17,59,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
 
આ વર્ષે ધોરણ 10માં 11,02,625 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,14,965 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સાયન્સમાં કુલ 1,41,503 વિદ્યાર્થીઓ મળીને 17,59,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 143 તેમજ ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 35 કેદીઓ સાથે કુલ મળીને 178 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. મુખ્યમંત્રી  વિજય રૂપાણી, શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. શિક્ષણમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સમીક્ષા પણ કરી હતી. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારોમાં  ઝેરોક્સની દુકાનો બંધ રાખવા, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં  લાઉડ સ્પીકર તેમજ ડિજિટલ વોચ સહિતના ઈલેક્ટ્રોનિક્સ ગેજેટસ પરીક્ષા કેન્દ્રોમાં લઈ જવા પર પ્રતિબંધ લદાયો છે.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...