તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્ટમાંથી બેસ્ટ: નકામી દારૂની બોટલ પર કરે છે ક્રિએટિવ પેઈન્ટિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં ચોરીછૂપે દારૂ પીવો સામાન્ય વાત થઈ ગઈ છે, પણ દારૂની આ બોટલો રસ્તાઓ પર ફેંકવામાં લોકો જરાય શરમાતા નથી. આવી પરિસ્થિતિમાં શહેરના સેટેલાઈટ ખાતે રહેતી ચાંદની નેભનાની નામની યુવતી દારૂની વેસ્ટ બોટલનું કલેક્શન કરીને તેના પર પેઈન્ટિંગ અને ક્રિએટિવ આર્ટવર્ક કરીને દારૂની બોટલને સુંદર આર્ટમાં ફેરવે છે. આ કાર્યમાં તેમની માતા લાજુબેન પણ મદદ કરે છે. આ અંગે ચાંદની કહે છે કે, ‘મેં બે વર્ષ પહેલા રસ્તાઓ પર દારૂની બોટલો પડેલી જોઈ હતી.

સેટેલાઈટ ખાતે રહેતી ચાંદની નેભનાની, માતા સાથે મળીને દારૂની નકામી બોટલોને ક્રિએટિવ ઉપયોગ કરે છે

મને વિચાર આવ્યો કે લોકો આ બોટલોને ફેંકી દે છે પછી તેનો ક્યારેય રિ-યુઝ થતો નથી. વળી તેમાં વધેલો આલ્કોહોલ પણ કચરો વીણનારા લોકો પિતા હોય છે. દારૂની બોટલ જો કોઈ પોલીસવાળા જોઈ જાય તો પકડી લેવાના ડરના કારણે તેને કોઈ તેને અડકતું પણ નથી. આથી મેં આવી બોટલો કલેક્ટ કરીને તેનો ક્રિએટિવ રિ-યુઝ કરવાનું વિચાર્યુ. આ બોટલોને સફાઈ કરીને તેનાં પર પેઈન્ટિંગ અને ક્રિએટિવ આર્ટવર્ક દ્વારા અલગ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરું છું અને આ બોટલો હું પોલીસ સ્ટેશન કે કોઈ સારા વ્યકિતઓને ગિફ્ટમાં આપુ છુ. આ સિવાય પ્લાસ્ટિકની વસ્તુઓને પર હું ક્રિએટિવ યુઝ કરીને તેની વિવિધ વસ્તુઓ બનાવીને ફ્રીમાં લોકોને ગિફ્ટમાં આપુ છું.

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનો કોન્સેપ્ટ

- ફ્લાવર પોટ
- લાઈટિંગ લેમ્પ
- ગ્લાસ એન્ડ કપ
- શો પીસ
- મુખવાસ બોક્સ
- ગિફ્ટ બોક્સ
- પોકેટ સ્ટોરેઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો